નવા ચૂંટાયેલા માહિતી કમિશનરો 30મીએ લેશે શપથ

ગાંધીનગર: ગુજરાત સરકારે માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર અને અન્ય ત્રણ માહિતી કમિશનરોની નિમણુંક કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય માહિતી કમિશનર તરીકે ડૉ. સુભાષ સોનીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે અન્ય માહિતી કમિશનર તરીકે આયોગમાં મનોજ પટેલ, સુબ્રમણ્યમ આર. ઐય્યર અને નિખિલ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે રાજ્યમાં 1,300થી વધુ દવા મળશે નિઃશુલ્ક
સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવેલા નવા માહિતી કમિશનરોના શપથ મંગળવારે સવારે યોજાશે. રાજય સરકારે માહિતી આયોગમાં મુખ્ય કમિશનર તરીકે ડો. સુભાષ સોની તથા કમિશનર તરીકે સુબ્રહ્મણ્યમ ઐયર, નિખિલ ભટ્ટ અને મનોજ પટેલની નિમણુંક કરી છે તે ચારેયને તા. 30મીએ સવારે 10 વાગ્યે રાજયપાલ રાજભવનમાં શપથ લેવડાવશે.
આ પણ વાંચો: સમૃદ્ધ ખેડૂતો લઈ ગયા ગરીબ ખેડૂતોના નાણાંઃ ગુજરાત સરકારે કરી કાર્યવાહી
ગુજરાત સરકારે રાજ્યના માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશનર તરીકે ડો. સુભાષ સોનીની નિમણૂક કરી છે. જો કે ડો. સુભાષ સોની અગાઉ માહિતી કમિશનર હતા અને મુખ્ય કમિશનર અમૃત પટેલની મુદત પૂર્ણ થયા બાદ હવે ડો. સુભાષ સોનીને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ ગૃહ વિભાગના અધિક સચિવના હોદ્દા પર રહી ચૂકેલા નિખિલ ભટ્ટ તેમજ ઊર્જા વિભાગના નિવૃત્ત નાયબ સચિવ મનોજ પટેલને માહિતી કમિશનર તરીકે નિમવામાં આવ્યા છે. આ સિવાય ત્રીજા માહિતી કમિશનર તરીકે સુબ્રમણ્યમ ઐયરને નિયુક્તિ આપવામાં આવી છે.