ગાંધીનગરના ચિલોડામાંથી રૂ. 2.38 કરોડના ગાંજા સાથે મુંબઈનું દંપત્તી ઝડપાયું

ગાંધીનગર:ચિલોડા ખાતે દિલ્હીથી બેંગ્લુરુ લઈ જવામાં આવતો 2.38 કરોડના ગાંજા સાથે મુંબઈના દંપત્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ચિલોડા પોલીસ સ્ટેશન દ્વારા અમદાવાદ હિંમતનગર હાઈ વે પર એક બસનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં લક્ઝરી બસમાં પાછળ બેઠેલ એક દંપતિની બેગમાંથી હાઈ બ્રીડ ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત 2.38 કરોડ રુપિયા હોવાની માહિતી મળી છે. આ કેસમાં એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ બેંગ્લુરુમાં ગાંજાની ડિલિવરી કરવાના હતા.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી 37 કરોડના ગાંજા સાથે ચાર જણ ઝડપાયા
પોલીસ દ્વારા ચંદ્રાલા નાકા પોઇન્ટ ખાતે વાહન ચેકીંગ દરમિયાન એક લક્ઝરી બસને તપાસ અર્થે રોકવામાં આવી હતી. પોલીસ દ્વારા લક્ઝરી બસનું ચેકીગ કરતા લક્ઝરીની બસની છેલ્લી સીટમાં એક ઇસમ તથા એક મહિલા બેઠા હતા. તેમની પૂછપરછ કરતાં પતિ- પત્નિ હોવાનું જણાવ્યું હતું. જેઓની પાસેના થેલાઓ ચેક કરતાં કાળા જેવા કલરના થેલાની અંદર કાળા તથા પારદર્શક પ્લાસ્ટિકની બેગો મળી આવી હતી. જેની અંદર હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, બે મોબાઇલ ફોન, રોકડા 430 તથા ફ્લાઇટની બે ટિકિટ મળી કુલ રૂપિયા 2,37,40,430 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.