તૈયાર રહેજો! ગુજરાતમાં આવી રહી છે 5 હજારથી વધુ સરકારી નોકરીઓ, જાણો સંપૂર્ણ વિગત

ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં 5 હજારથી વધુ પદ પર ભરતી કરવામાં આવશે. ગ્રુપ-એ હેઠળ કુલ 2,365 જગ્યાઓ ઉપલબ્ધ છે. જેમાં સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપ્રીન્ટેન્ડન્ટ સહિતના પદોનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ-બી માટે 3,005 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેમાં જુનિયર ક્લાર્કના પદોનો સમાવેશ થાય છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 5,370થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.

ગ્રુપ-એ માં સંવર્ગ (વર્ગ-3) હેઠળ સમાજ કલ્યાણ નિરીક્ષકની 125, કાર્યાલય અધિક્ષકની 3, કલેક્ટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી કલાર્ક)ની 1600, હેડ કલાર્કની 134, સિનિયર કલાર્કની 503 જગ્યા મળી કુલ 2365 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જ્યારે ગ્રુપ બીમાં સંવર્ગ (વર્ગ-3)માં જુનિયર કલાર્કની 3005 જગ્યા ભરવામાં આવશે.
ક્યારથી કરી શકાશે અરજી
જાહેરાત મુજબ અરજી પ્રક્રિયા તા. 5 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે અને તા. 20 ફેબ્રુઆરી 2026 સુધી અરજી કરી શકાશે. પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા આધારે લેવામાં આવશે.
આપણ વાંચો: ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા ભૂતપૂર્વ ધારાસભ્યની કંપનીના 1900 કરોડના બેનામી ગોટાળા પકડાયા



