જાણો … ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં ક્યા મંત્રીઓને રિપીટ કરાયા, કયા નવા ચહેરાઓને મળ્યુ સ્થાન

ગાંધીનગર : ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. જોકે, આ પૂર્વે હાલમાં મંત્રી બનનારા ધારાસભ્યોને શપથ ગ્રહણ માટે ફોનથી જાણ કરવામાં આવી રહી છે. રાજ્યમાં હાલ સંગઠન મહામંત્રી દ્વારા મંત્રી બનનારા ધારાસભ્યોને શપથ ગ્રહણ માટે ફોનથી જાણ કરવામાં આવી રહી છે.
હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે તેવી શક્યતા
જેમાં પૂર્વ મંત્રીઓમાં હર્ષ સંઘવી, પ્રફૂલ પાનસેરિયા, કુંવરજી બાવળીયા, કનુ દેસાઇ, ઋષિકેશ પટેલ અને પુરષોત્તમં સોલંકી પણ ફોન આવ્યો છે અને આ બધા ફરીથી મંત્રી બનશે. જયારે નવા ધારાસભ્યમાં કુમાર કાનાણી અને લવિંગજી ઠાકોર, કોડીનારના પ્રદ્યુમન વાજાને પણ ફોન આવ્યો છે. જોકે, સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે તેવી શક્યતા છે.
એક સાથે 10 મંત્રીઓ શપથ લઈ શકે તેવી વ્યવસ્થા
આ શપથ વિધિ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં મંચની ડાબી તરફ સાધુ સંતો અને આમંત્રિતો માટે સ્ટેજ અલગ રાખવામાં આવ્યું છે. જયારે શપથ વિધિ કાર્યક્રમ ઝડપથી પૂર્ણ તે માટે એક સાથે 10 મંત્રીઓ શપથ લઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. જયારે મુખ્ય મંચ પર વચ્ચે રાજ્યપાલ અને મુખ્યમંત્રી બેસશે. જયારે રાજ્યપાલની બંને તરફ પદનામિત મંત્રીઓની બે હરોળમાં બેઠક વ્યવસ્થા રહેશે.
આ પણ વાંચો…ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનો શપથ સમારોહ, મંત્રીઓ નામો અંગે સસ્પેન્સ યથાવત