
ગાંધીનગરઃ રાજ્યમાં એસીબીના વડા તરીકે આઈપીએસ પિયુષ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તેઓ 1998ની બેચના આઈપીએસ અધિકારી છે. બીએસએફમાં આઈજીપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
અમદાવાદમાં થયો છે જન્મ

28 નવેમ્બર 1971ના રોજ જન્મેલા પિયુષ પટેલ મૂળ અમદાવાદના છે. તેમણે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બીઈની ડિગ્રી મેળવી છે. અત્યાર સુધી તેઓ અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) તરીકે સુરત રેન્જ આઈજીની જવાબદારી નિભાવી રહ્યા હતા. પિયુષ પટેલ હાલ કેન્દ્ર સરકારમાં બીએસએફમાં છે જ્યાંથી હવે ગુજરાત કેડરમાં પરત આવી રહ્યા છે. અગાઉ તેઓ 2013માં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયા હતા. ત્યારપછી તેઓ ડીઆઈજી તરીકે બીએસએફમાં જોડાયા હતા. આ પછી તે 2016 સુધી BSFમાં રહ્યા. પિયુષ પટેલને પ્રમોશન મળ્યું હતું અને તેમને એડીજીપીના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી. પિયુષ પટેલ ઓક્ટોબર 2022માં સુરતના રેન્જ આઈજી બન્યા હતા. આ પહેલા તેઓ ગાંધીનગર (આર્મ્ડ યુનિટ)ના આઈજી હતા.
આ પણ વાંચો : ગાંધીનગરમાં જાન લીલા તોરણે પાછી ફરી, જાણો શું છે સમગ્ર મામલો