ગુજરાતના ક્યા પ્રધાનની સરકારી કાર્યક્રમોમાંથી સંપૂર્ણ બાદબાકી ? 15 ઓગસ્ટના ધ્વજવંદનના કાર્યક્રમોની લિસ્ટમં નામ જ નહીં | મુંબઈ સમાચાર

ગુજરાતના ક્યા પ્રધાનની સરકારી કાર્યક્રમોમાંથી સંપૂર્ણ બાદબાકી ? 15 ઓગસ્ટના ધ્વજવંદનના કાર્યક્રમોની લિસ્ટમં નામ જ નહીં

ગાંધીનગરઃ દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં આચરવામાં આવેલા રૂ. 71 કરોડના કથિત કૌભાંડમાં અનેક મોટા માથાંની સંડોવણી સામે આવી હતી. આ કેસમાં પ્રધાન બચુભાઈ ખાબડના બંને પુત્રો, બળવંત ખાબડ અને કિરણ ખાબડ, સહિત અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ ઘટના બાદ મોટાભાગના રાજકીય કાર્યક્રમોમાં બચુ ખાબડની અવગણના કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પ્રધાન મંડળનું વિસ્તરણ થશે ત્યારે તેમને પડતા મૂકાશે તે નક્કી છે.

આ દરમિયાન પ્રધાન બચુ ખાબડની વધુ એક સરકારી કાર્યક્રમમાંથી બાદબાકી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા 15મી ઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમો માટે બહાર પાડવામાં આવેલી યાદીમાં પ્રધાન બચુ ખાબડનું નામ સામેલ નથી. રાજ્યના તમામ પ્રધાનોને જિલ્લાવાર જવાબદારીઓ સોંપવામાં આવી છે, પરંતુ બચુ ખાબડને કોઈ પણ જિલ્લામાં ધ્વજવંદન માટે મોકલવામાં આવ્યા નથી.

આપણ વાંચો: અમદાવાદમાં પાણીના મીટર કૌભાંડનો પર્દાફાશઃ કરોડોની વસૂલાત છતાં એકેય મીટર ઇન્સ્ટોલ ન થયું

કોણ ક્યાં કરશે ધ્વજ વંદન

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટ મુજબ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પોરબંદરમાં, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી મહેસાણામાં, કનુભાઈ દેસાઈ નવસારીમાં, ઋષિકેશ પટેલ સાબરકાંઠામાં, રાઘવજી પટેલ જામનગરમાં, બલવંતસિંહ રાજપૂત વલસાડમાં, કુંવરજી બાવળીયા ગીર સોમનાથમાં, મૂળુભફાઈ બેરા દેવભૂમિ દ્વારકામાં, કુબેર ડીંડોર પંચમહાલમાં, ભાનુબેન બાબરીયા રાજકોટમાં, જેઠાભાઈ ભરવાડ મહીસાગરમાં, હર્ષ સંઘવી ગાંધીનગરમાં, જગદીશ વિશ્વકર્મા મોરબીમાં, મુકેશભાઈ પટેલ ભરૂચમાં, ભીખુસિંહ પરમાર ખેડામાં, કુંવરજી હળપતિ તાપીમાં ધ્વજવંદન કરશે.

આપણ વાંચો: ગુજરાત ATSની વધુ એક મોટી સફળતા: બોગસ વિઝા કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા…

છેલ્લે ક્યાં જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા હતા બચુ ખાબડ

દાહોદમાં મનરેગા કૌભાંડમાં રાજ્ય પ્રધાન બચુ ખાબડના બંને પુત્રીની સંડોવણી બહાર આવતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ બંને જણાને જામીન પર મુક્ત કરાયા હતાં.

પરંતુ અન્ય કેસમાં ફરીવાર તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન રાજ્ય પ્રધાન બચુ ખાબડ કેબિનેટની બેઠકમાં સતત ગેરહાજર જોવા મળ્યા હતાં. તેમને દાહોદ ખાતે યોજાયેલા વડા પ્રધાન મોદીના કાર્યક્રમમાં પણ આમંત્રિત કરાયા નહોતા. તેઓ છેલ્લે ગોધરામાં શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર સાથે એક કાર્યક્રમમાં જોવા મળ્યા હતાં.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button