ગુજરાતના પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડી જવું સરળ બન્યું, ફોર લેન માર્ગનું લોકાર્પણ કરાયું | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ગુજરાતના પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડી જવું સરળ બન્યું, ફોર લેન માર્ગનું લોકાર્પણ કરાયું

ગાંધીનગર : ગુજરાતના પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડી જવું હવે સરળ બન્યું છે. જે અંતર્ગત આજે સીએમ ભુપેન્દ્ર પટેલે પીલવઈ-મહુડી ફોર લેન માર્ગનું લોકાર્પણ કર્યું હતું. સાડા ચાર કિલોમીટરનો રોડ 20 કરોડના ખર્ચે સિમેન્ટ કોન્ક્રીટ બનાવવામાં આવ્યો છે. જેના લીધે દિવાળી- કાળી ચૌદસના તહેવારોમાં મહુડી દર્શને આવનારા યાત્રિકોને વાહન વ્યવહાર માટે સુલભતા થશે

યાતાયાતમાં વધુ સારી સુવિધા મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડીને પીલવાઈ સાથે જોડતા 4.45 કિલોમીટર રોડને રૂપિયા 20 કરોડના ખર્ચે ફોર લેન થવાની કામગીરી પૂર્ણ થતા આ માર્ગનું રવિવારે લોકાર્પણ કર્યું હતું.આ માર્ગ ચારમાર્ગીય થવાથી મહૂડી તીર્થ ક્ષેત્રના દર્શને આવતા શ્રદ્ધાળુઓને વાહન યાતાયાતમાં વધુ સારી સુવિધા મળશે અને સમય તથા ઇંધણની બચત પણ થશે.

વિસ્તૃતિકરણને કારણે ટ્રાફિકજામ થવાની સમસ્યા પણ હળવી થશે

આ ઉપરાંત અમદાવાદ-ગાંધીનગરથી વિજાપુરને જોડતા આ મુખ્ય માર્ગ ના વિસ્તૃતિકરણને કારણે ટ્રાફિકજામ થવાની સમસ્યા પણ હળવી થશે. આ મહૂડી-પીલવઈ રોડ પણ સિમેન્ટ-ક્રોક્રિટનો અને મજબૂત ગુણવત્તાયુક્ત બનાવવામાં આવ્યો છે.

દિવાળીના તહેવારોમાં યાત્રિકોને સુવિધા મળશે

આ ફોરલેનની કામગીરી 10 મહિનામાં પૂર્ણ થઈ છે અને દિવાળીના તહેવારો પહેલા તેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરતા આગામી કાળી ચૌદશે વિશાળ સંખ્યામાં મહૂડી મંદિર દર્શન માટે આવનારા યાત્રાળુઓને માટે વાહન વ્યવહાર સુલભ બનશે.

આ પણ વાંચો : પશ્ચિમ રેલવે દ્વારા તહેવારો માટે રૂટ માટે વિશેષ ટ્રેનની ૧૦ ટ્રિપ દોડાવાશે…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button