ગુજરાતમાં કમોસમી વરસાદ, મુખ્યમંત્રીએ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા તાકીદ કરી | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ગુજરાતમાં કમોસમી વરસાદ, મુખ્યમંત્રીએ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા તાકીદ કરી

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેના પગલે રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલે મંત્રીઓને કમોસમી વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓની તાત્કાલિક મુલાકાત લેવા અને પરિસ્થિતિની સમીક્ષા કરી વહીવટીતંત્રને માર્ગદર્શન આપવા નિર્દેશ કર્યો છે.

કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગરની મુલાકાત લેશે

જેના પગલે કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગરની મુલાકાત લેશે. જયારે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તાપીની મુલાકાત લેશે, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથની મુલાકાત લેશે. તેમજ મંત્રી કૌશિક વેકરિયા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે અમરેલીની મુલાકાત લેશે. આ મંત્રીઓ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે જિલ્લા અધિકારીઓ સાથે બેઠકો કરશે અને કમોસમી વરસાદથી થયેલી અસર થયેલા વિસ્તારોની મુલાકાત પણ લેશે.

સીએમ જીલ્લા ક્લેકટરો અને કન્ટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં

મુખ્યમંત્રી સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ અને અચાનક હવામાનમાં થયેલા ફેરફારથી ઉભી થયેલી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે, જિલ્લા કલેક્ટરો અને રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સતત સંપર્કમાં છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ જિલ્લા કલેક્ટરોનો સંપર્ક કરીને તેમના સંબંધિત જિલ્લાઓમાં વરસાદ અને હવામાનની સ્થિતિ અંગે વિગતવાર અપડેટ્સ મેળવ્યા હતા. તેમણે કંટ્રોલરૂમને જિલ્લાઓ સાથે ગાઢ સંકલન જાળવવા અને તમામ જરૂરી સહાય અને રાહત પગલાં તાત્કાલિક મદદ કરવા પણ સૂચના આપી હતી.

આપણ વાંચો:  ગુજરાતમાં ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેન માટેની પરીક્ષાઓ તારીખો જાહેર

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button