ગુજરાતમાં મુશળધાર વરસાદ,પાલનપુર અમદાવાદ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ | મુંબઈ સમાચાર

ગુજરાતમાં મુશળધાર વરસાદ,પાલનપુર અમદાવાદ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ

ગાંધીનગર : ગુજરાતમાં શનિવાર સાંજથી સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ જેટલો વરસ્યો છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે.

જેમાં બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે. છેલ્લા 10 કલાકથી લોકો ફસાયા છે. જેમાં છાપી નજીક યુવાનો ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોને મદદ કરી રહ્યા છે.

આપણ વાંચો: ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ: 27 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, 114 તાલુકામાં મેઘમહેર…

લોકો લાંબા સમયથી ફસાયા હોવાથી પરેશાન

છાપી નજીક યુવાનો ટ્રાફિકમાં ફસાયેલા લોકો પીવાનું પાણી પીવડાવી રહ્યા છે. જયારે છાપી પાસે એસ.ટી. નિગમની બસો ટ્રાફિક જામમાં ફસાઈ છે. છાપી હાઈવે પર પાણી ભરાય જવાના કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ લોકો લાંબા સમયથી ફસાયા હોવાથી પરેશાન છે.

રેલ્વે અંડરબ્રિજમાં પાણી ભરાતા તેને અવર જવર માટે બંધ

આ ઉપરાંત અરવલ્લીના મોડાસા શહેરના અનેક સોસાયટીઓમાં વરસાદનું પાણી ભરાયું છે. તેમજ અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો નગર પાલિકાની કામગીરીમાં પર સવાલ ઉઠાવ્યા છે. જયારે અનેક ખેતરોમાં પણ પાણી ભરાયા છે. તેમજ રેલ્વે અંડરબ્રિજમાં પાણી ભરાતા તેને અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે.

આપણ વાંચો: ગુજરાતમાં મોસમનો સરેરાશ ૫૩.૩૯% વરસાદ: કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, ૧૮ તાલુકામાં ૪૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો

નડિયાદ અને મહેમદાવાદ તાલુકામાં 8-8 ઇંચ કરતા વધુ વરસાદ

જ્યારે ખેડાના નડિયાદ અને મહેમદાવાદ તાલુકામાં 8-8 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નડીયાદ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેના લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

રાજ્યના 8 તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ

આ ઉપરાંત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલ મુજબ ખેડાના માતર તાલુકામાં 7 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જયારે વસો, મહુધા અને કઠલાલ તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત આણંદના ઉમરેઠ અને ખેડા તાલુકામાં 4- 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.જયારે રાજ્યના 8 તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ,18 તાલુકામાં 2 ઇંચથી વધુ, 30 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, કુલ 112 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button