ગાંધીનગર

હોળી-ધૂળેટીના કારણે ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ બદલાયો

ગાંધીનગરઃ ગુજરાત બોર્ડના ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર છે. ધોરણ 12 સમાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાશે. 27 ફેબ્રુઆરી 2025થી શરૂ થનારી પરીક્ષા 10 માર્ચ 2025એ પૂર્ણ થશે. જોકે, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 13 માર્ચ સુધી ચાલવાની હતી, પરંતુ હોળી-ધૂળેટીની રજાને લઈને 13 માર્ચે પૂર્ણ થતી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: હસમુખ પટેલના નિર્ણયને મળી સફળતા: STIની પરીક્ષા માટે 73,000 જેટલા ઉમેદવારોએ સંમતિ પત્રક જ ન ભર્યા…

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પણ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી જ શરૂ થશે. અગાઉ આ પરીક્ષા 13 માર્ચે પૂર્ણ થવાની હતી. પરંતુ હોળી-ધૂળેટીની રજાના કારણે 13 માર્ચે પૂર્ણ થનારી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. ભૂગોળની પરીક્ષા અગાઉ જે 7 માર્ચના યોજાવાની હતી તે હવે 12 માર્ચે યોજાશે.

આ પણ વાંચો: મિત્ર દારૂ પીવાનો આગ્રહ કરે તો શું કરશો? MPSC પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન

ગુજરાત બોર્ડ દ્વારા માત્ર 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની તારીખમાં ફરેફાર કરવામાં આવ્યો છે. સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ, એગ્રીકલ્ચર સહિતના વિષયની પરીક્ષા જે 12 માર્ચે યોજાવાની હતી તેની જગ્યાએ 15 માર્ચે યોજાશે. 13 માર્ચે યોજાનારી ફારસી, સંસ્કૃત, અરબી, પ્રકૃતિ સહિતના વિષયોની પરીક્ષા હવે 17 માર્ચે યોજાશે. આમ 13 માર્ચે પૂર્ણ થતી પરીક્ષા 17 માર્ચે પૂર્ણ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button