ગાંધીનગર

ગુજરાતમાં SIR ની કામગીરી પુરજોશમાં, વર્ષ 2025ની મતદાર યાદીના 5 કરોડ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ

ગાંધીનગર : ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ(SIR)હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. જેમાં વર્ષ 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.

રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100 ટકા ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100 ટકા વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે.

આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી બે વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100 ટકા પુરી થઈ ચુકી છે. જેમાં બનાસકાંઠાની ધાનેરા બેઠક અને દાહોદની લીમખેડા બેઠકનો સમાવેશ થાય છે.

આપણ વાચો: ગુજરાતમાં મતદાર યાદી સુધારણા મહાઅભિયાન: 29-30 નવેમ્બરે 182 બેઠક પર તાલુકા સ્તરે મેગા કેમ્પનું આયોજન

93.14 ટકા ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે

આ કામગીરીમાં 93.14 ટકા ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.

ડિજીટાઈઝેશનમાં ટોપ-10 જિલ્લાઓની યાદી પર નજર કરીએ તો, ડાંગ- 93.14 ટકા, ગીરસોમનાથ- 88.91 ટકા, બનાસકાંઠા -88.42 ટકા, સાબરકાંઠા-88.32 ટકા, મોરબી -88.00, મહીસાગર 87.98 ટકા, છોટા ઉદેપુર-87.61 ટકા, પંચમહાલ-87.02 ટકા, 9 પાટણ-86.56 ટકા અને સુરેન્દ્રનગર-86.44 ટકા કરવામાં આવ્યું છે.

આપણ વાચો: રાજ્યમાં કેટલા ડુપ્લિકેટ મતદારોની થઈ ઓળખ? આંકડો જાણીને ચોંકી જશો

4 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર

ગણતરી દરમિયાન રાજ્યભરમાં 15.58 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે 4 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા સાથોસાથ 21.86 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 2.68 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને ઝડપથી પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ BLOની અસરકારક કામગીરીને CEO કચેરી દ્વારા બિરદાવવામાં આવી રહી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button