ગાંધીનગર

Gujarat ને મળ્યો સર્વશ્રેષ્ઠ “રાજ્ય દિવ્યાંગજન આયુક્ત” વર્ષ 2024 એવોર્ડ

ગાંધીનગર: ગુજરાતમાં(Gujarat)દિવ્યાંગ વ્યક્તિઓ માટેની કમિશનરની કચેરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના હસ્તે સર્વશ્રેષ્ઠ “રાજ્ય દિવ્યાંગજન આયુક્ત” વર્ષ 2024 (Divyangjan Aayukt Award)એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દિવ્યાંગજનો અધિકારોના અમલીકરણ માટે દિવ્યાંગજનોના અધિકાર અધિનિયમ 2026 અમલી છે. દિવ્યાંગજનો માટેની શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ મેળવવા બદલ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુ બાબરીયાએ કમિશનર વી. જે. રાજપૂત તથા કચેરીના અધિકારીઓ તથા  કર્મચારીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરી દિવ્યાંગ વ્યક્તિઓ માટે “ડિમ્ડ સિવિલ કોર્ટ” તરીકે કામ કરે છે.

આ પણ વાંચો: હોળી-ધૂળેટીના કારણે ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ બદલાયો

ઝડપી નિરાકરણ આપવાની સત્તા

જેમાં દિવ્યાંગજનોને લગતી પ્રવેશ, ભરતી, બદલી, અનામત,પેન્શન, જમીન ફાળવણી, રોજગાર, અભ્યાસ અને દિવ્યાંજનોના અધિકારોનો ભંગ થાય તેવા દરેક કિસ્સામાં અન્યાય સંબંધિત અરજદારની ફરિયાદો તેમજ આ કોર્ટ દ્વારા જાતે સુઓ મોટો કેસ દાખલ કરી તેનું ઝડપી નિરાકરણ આપવાની સત્તા ધરાવે છે.

પાંચ વર્ષમાં કુલ 1096 કેસનો નિકાલ કરવામાં આવ્યો

દિવ્યાંગ વ્યક્તિઓની સુવિધા માટેની આ કોર્ટ દ્વારા ઓફલાઈન તેમજ ઓનલાઇન એમ બંને રીતે કેસની સુનાવણી હાથ ધરવામાં આવે છે. આ કચેરી દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં કુલ 1096 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. સરકાર તમારે દ્વારેના અભિગમ સાથે દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરી દ્વારા રાજ્યના નવ જિલ્લા મથકોમાં મોબાઇલ કોર્ટનું પણ આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો: “માત્ર પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન” સરકારની આ યોજનાએ સંતોષી કરોડો શ્રમિકોની ભૂખ…

દિવ્યાંગજનોને તેમના પ્રશ્નોનું નિરાકરણ તેમના ઘરથી નજીક અને સરળતાથી મળી શકે તે હેતુથી મોબાઇલ કોર્ટ યોજવામાં આવે છે. આ કોર્ટના નિર્ણયને ડિસ્ટ્રીક કોર્ટ સમકક્ષ ગણવામાં આવે છે જેને હાઈ કોર્ટમાં જ પડકારી શકાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button