ગાંધીનગર

ગુજરાતમાં ખાનગી શાળાની એફિડેવિટ પ્રક્રિયા ઓનલાઈન બનાવાશેઃ શિક્ષણ મંત્રીની જાહેરાત…

ગાંધીનગર: ગાંધીનગરમાં આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આજે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં રાજ્યની તમામ ફી નિયમન સમિતિઓના અધ્યક્ષો અને સભ્યો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શિક્ષણને લગતી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Gujarat સરકારની વધુ એક સિદ્ધિ, 11.75 લાખ પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

એફિડેવિટની પ્રક્રિયા ઓનલાઈન

હાલમાં અંદાજિત 11 હજારથી વધુ આશરે 91 ટકા ખાનગી શાળાઓ દ્વારા કરવામાં આવતા એફિડેવિટની પ્રક્રિયાને ઓનલાઈન કરવાની શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રક્રિયા ઓનલાઈન થવાથી ફી નિયમન સમિતિઓમાં કામગીરી પેપરલેસ, પારદર્શક અને ઝડપી બનશે અને સરકારની ડિઝિટલાઈઝેશનની નેમને વધુ વેગ મળશે.

શિક્ષણ વિભાગ દ્વારા SOP તૈયાર કરો

આ બેઠકમાં ફી નિયમન સમિતિઓના અધ્યક્ષ તથા સભ્યો દ્વારા કરવામાં આવેલ સૂચનો અને રજૂઆતોને અનુલક્ષીને શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરે ફી નિયમન સમિતિઓ વચ્ચે કામગીરીનું સંકલન કરી તેમાં એકસૂત્રતા જળવાય તથા કામગીરી વધુ ઝડપી બને તેના હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા SOP-સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર તૈયાર કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો : Gujarat S.T. નિગમને ડિજિટલ ટ્રાન્જેક્શનથી વર્ષમાં 30 કરોડની આવક

કોણ કોણ રહ્યું ઉપસ્થિત?

આ બેઠકમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ અને સચિવ, ફી નિયમન સમિતિઓના ચેરમેનો-સભ્યો, શિક્ષણ વિભાગના નાયબ સચિવો અને ચીફ કો-ઓર્ડિનેટર હાજર રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button