ગુજરાતમાં ફરી એકવાર સીએમ અને ડેપ્યુટી સીએમની જોડી જોવા મળે તેવી શક્યતા

ગાંધીનગર : ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. જોકે, આ પૂર્વે હાલમાં મંત્રી બનનારા ધારાસભ્યોને શપથ ગ્રહણ માટે ફોનથી જાણ કરવામાં આવી રહી છે. તેમજ મળતી માહિતી મુજબ આ વખતે રાજ્યમાં ફરી એક વાર સીએમ ડેપ્યુટી સીએમની જોડી જોવા મળી શકે છે. આ પૂર્વે રુપાણી સરકારમાં સીએમ અને ડેપ્યુટી સીએમની જોડી હતી.
ધારાસભ્યોને શપથ ગ્રહણ માટે ફોનથી જાણ
રાજ્યમાં હાલ સંગઠન મહામંત્રી દ્વારા મંત્રી બનનારા ધારાસભ્યોને શપથ ગ્રહણ માટે ફોનથી જાણ કરવામાં આવી રહી છે
જેમાં પૂર્વ મંત્રીઓમાં હર્ષ સંઘવી, પ્રફૂલ પાનસેરિયા, કુંવરજી બાવળીયા, કનુ દેસાઇ, ઋષિકેશ પટેલ અને પુરષોત્તમં સોલંકી પણ ફોન આવ્યો છે અને આ બધા ફરીથી મંત્રી બનશે. જયારે નવા ધારાસભ્યમાં કુમાર કાનાણી અને લવિંગજી ઠાકોરને પણ ફોન આવ્યો છે.
પૂર્ણ કદના મંત્રીમંડળના રચનાની શક્યતા
જેમાં હાલ 15મી વિધાનસભાને બે જ વર્ષની મુદ્દત બાકી છે ત્યારે 192 ધારાસભ્યો હોવાથી આ વખતે પૂર્ણ કદ અર્થાત 27 સભ્યો ધરાવતા મંત્રીમંડળની રચના થાય તેવી શક્યતા છે. જેમાં કેટલાક મંત્રીઓને રિપીટ કરવામાં આવશે. જયારે નવા મંત્રીમંડળમાં યુવા ચહેરા અને મહિલાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે.
આપણ વાંચો: ભાજપના વિધાનસભ્યોની આખી રાત ગઈ ઉચાટમાંઃ હવે ફોન રણક્યા