
ગાંધીનગર : ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનો શપથ વિધિ સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સવારે 11.30 કલાકે યોજાશે. આ શપથ વિધિ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં મંચની ડાબી તરફ સાધુ સંતો અને આમંત્રિતો માટે સ્ટેજ અલગ રાખવામાં આવ્યું છે. જયારે શપથ વિધિ કાર્યક્રમ ઝડપથી પૂર્ણ તે માટે એક સાથે 10 મંત્રીઓ શપથ લઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. જયારે મુખ્ય મંચ પર વચ્ચે રાજ્યપાલ અને મુખ્યમંત્રી બેસશે. જયારે રાજ્યપાલની બંને તરફ પદનામિત મંત્રીઓની બે હરોળમાં બેઠક વ્યવસ્થા રહેશે.
સવારે 8 વાગ્યે બાદ મંત્રી બનનારા ધારાસભ્યોને ફોન
જોકે, આ દરમિયાન નવા મંત્રીઓ નામ અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. જેમાં અનેક ધારાસભ્યો ફોન આવવાની રાહ જોઈને રાતભર જાગ્યા હતા. જોકે, સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે 8 વાગ્યે બાદ મંત્રી બનનારા ધારાસભ્યોને ફોન કરવામાં આવી રહ્યા છે.
પૂર્ણ કદના મંત્રીમંડળની રચનાની શકયતા
આ ઉપરાંત આજે યોજનારી શપથવિધિમાં કેટલા મંત્રીને પડતા મુકાય તેમ છે. જયારે કેટલાક મંત્રીઓને રિપિટ કરવામાં આવે તેવી ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે. જોકે, હજુ સાચુ ચિત્ર સ્પષ્ટ થયું નથી. હાલ 15મી વિધાનસભાને બે જ વર્ષની મુદ્દત બાકી છે ત્યારે 192 ધારસભ્યો હોવાથી આ વખતે પૂર્ણ કદ અર્થાત 27 સભ્યો ધરાવતા મંત્રીમંડળની રચના થાય તેવી શક્યતા છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા હાજર રહેશે
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે રાજ્યમાં તમામ મંત્રીઓના સામુહિક રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા. જે પાછળનું કારણ પણ સામે આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વહીવટી કારણોસર તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત મંત્રીમંડળની શપથવિધિમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ અને ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે. તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતા છે.
આ પણ વાંચો…ગુજરાતનું નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું હોવાની શકયતા, યુવા ચહેરા અને મહિલાઓને સ્થાન અપાશે