ગાંધીનગરટોપ ન્યૂઝ

માંગરોળમાં માયાવતીની પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં, ભાજપ-કૉંગ્રેસમાં ટાઇ

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Gujarat local body elections results 2025) પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી ભાજપે (BJP) 1475 બેઠક જીતી છે. કૉંગ્રેસને 310 અને અન્યોને 238 બેઠક મળી છે. અમુક જગ્યાએ હજુ મત ગણતરી ચાલુ છે. માંગરોળમાં (mangrole) આ વખતે ભાજપ અને કૉંગ્રેસમાં રોચક મુકાબલો જોવા મળ્યો છે. બંને પક્ષોને 15-15 બેઠક મળી છે. જ્યારે બસપાને 4 બેઠક મળી છે. ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ટાઇ થતાં બસપા કિંગમેકરની ભૂમિકામાં આવ્યું છે. બસપા જેને સમર્થન આપશે તે શાસન કરશે.

જૂનાગઢમાં ભાજપનો ભગવો લહેરાયો

જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી ભાજપના ફાળે 48 બેઠક આવી છે. જ્યારે કોંગ્રેસે 11 બેઠક પર જીત હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર નવમાં અપક્ષનો વિજય થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડમાં 60 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

આ પણ વાંચો : સીદીસૈયદની જાળી સાથે ગુજરાતને કોઈ લેવાદેવા નથી; નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી ઓછુ મતદાન જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નોંધાયુ હતું. આ વખતે જૂનાગઢમાં માત્ર 40 ટકા જ મતદાન થયું હતું. જ્યારે ચોરવાડમાં સૌથી વધુ 76 ટકા મતદાન નોંધાયુ હતું. ગુજરાતમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા, અને ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન થયુ હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button