ગાંધીનગર

ગુજરાત શહેરી કચરાના નિકાલમાં અગ્રેસર, કુલ 273.33 લાખ મેટ્રિક ટનનો કચરાનો નિકાલ કરાયો

ગાંધીનગર : ગુજરાત રાજ્ય શહેરી કચરાના નિકાલમાં અગ્રેસર રહ્યું છે. જે અંતર્ગત કુલ 273.33 લાખ મેટ્રિક ટનનો નિકાલ કરાયો છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં કુલ 304.09 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટની ઓળખ કરવામાં આવી છે.

જેમાંથી અત્યાર સુધીમાં 273.33 લાખ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે માર્ચ 2026 સુધીમાં રાજ્યના શહેરોમાં 100 ટકા લેગસી વેસ્ટ રિમેડિએશનનું લક્ષ્ય નક્કી કર્યું છે.

આપણ વાચો: દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાના નિકાલ માટે ત્રણ કંપની આગળ આવી…

કુલ 902 એકર જેટલો વિસ્તાર પુન:પ્રાપ્ત થયો

રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ડમ્પસાઇટ સાફ થતાં મોટી માત્રામાં જમીન ખુલ્લી થઇ છે. રાજ્ય સરકારે લેગસી વેસ્ટના નિકાલ માટે જે પ્રયાસો હાથ ધર્યા છે તેના પરિણામે અંદાજિત કુલ 902 એકર જેટલો વિસ્તાર પુન:પ્રાપ્ત થયો છે. આ જમીનનો ઉપયોગ પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવાની કામગીરી માટે કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, અમદાવાદની બોપલ-ઘુમા ડમ્પ સાઇટ તેમજ રાજકોટની નાકરાવાડી ડમ્પ સાઇટનો નિકાલ કરી મિયાવાકી ફોરેસ્ટ બનાવવામાં આવ્યું છે. ડમ્પસાઇટ્સના વૈજ્ઞાનિક નિકાલથી મિથેન ગેસના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેમજ ડમ્પસાઇટ પર કચરો સળગવાની ઘટનાઓ સંબંધિત સમસ્યાઓનું અસરકારક રીતે નિરાકરણ થયું છે.

આપણ વાચો: સ્વચ્છ ભારત મિશનઃ ગુજરાતે 140 ડમ્પસાઇટ્સમાંથી 210 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કર્યો

લેગસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલ માટે રૂપિયા 75 કરોડનું ફંડ ફાળવાયુ

ગુજરાત સરકાર શહેરોમાં વર્ષોથી પડેલા કચરાના વૈજ્ઞાનિક નિકાલ દ્વારા પર્યાવરણ સુરક્ષા, જાહેર આરોગ્ય અને શહેરી વિકાસને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. નિર્મળ ગુજરાત 2.0 યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULBs) માટે લેગસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલ માટે રૂપિયા 75 કરોડનું ખાસ ફંડ ફાળવવામાં આવ્યું છે.

આ યોજના સ્વચ્છ ભારત મિશન (શહેરી) 2.0 સાથે સુસંગત છે અને “કચરા મુક્ત શહેરો”ના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં કાર્યરત છે. લેગસી વેસ્ટ મૅનેજમેન્ટ દ્વારા શહેરોને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને ટકાઉ બનાવવાની દિશામાં ગુજરાત અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બની રહ્યું છે.

આપણ વાચો: કચરાના વ્યવસ્થાપન સમસ્યાઓના ઉકેલ માટે સમર્પિત સેલ સ્થાપશે: શિંદે…

કચરાના નિકાલથી પ્રદૂષણ અને આરોગ્ય જોખમમાં ઘટાડો

ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરોમાં સ્વચ્છતા, આધુનિક અને ટકાઉ માળખાગત સુવિધા અને નાગરિકોની ઇઝ ઑફ લિવિંગ વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેના પરિણામે શહેરી વિકાસમાં રાજ્યએ હરણફાળ ભરી છે.

નોંધનીય બાબત એ છે કે, ગુજરાત વર્ષોથી ડમ્પસાઇટમાં એકઠા થયેલા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલમાં પણ મોટા રાજ્યોમાં અગ્રેસર છે. લેગસી વેસ્ટ મૅનેજમેન્ટ શહેરી વિકાસ માટે અત્યંત જરૂરી માપદંડ છે.

વર્ષોથી ડમ્પસાઇટમાં એકઠા થયેલા કચરાના નિકાલથી પ્રદૂષણ અને આરોગ્ય જોખમમાં ઘટાડો થાય છે. સાથે જ, પુનઃપ્રાપ્ત થયેલી જમીન વિકાસ કાર્યોને પ્રોત્સાહન આપવામાં અને ગ્રીન સ્પેસ વધારવા માટે ઉપયોગી બને છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button