એશિયાઈ સિંહના સંવર્ધન અને ખેડૂતોના હિતમાં નિર્ણય,મંચાણ-મેડા અને પેરાપીટ વોલની સહાયમાં વધારો | મુંબઈ સમાચાર
ગાંધીનગર

એશિયાઈ સિંહના સંવર્ધન અને ખેડૂતોના હિતમાં નિર્ણય,મંચાણ-મેડા અને પેરાપીટ વોલની સહાયમાં વધારો

ગાંધીનગર : ગુજરાત સરકારે ખેડૂતો અને સિંહોના સંવર્ધન માટે ખેતરમાં બનાવવામાં આવતા મંચાણ-મેડા સહાયમાં 122 ટકાનો તેમજ ખુલ્લા કૂવાના ફરતે પેરાપીટ વોલની સહાયમાં 40 ટકાનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018 થી આ યોજના અમલમાં છે.

આ યોજનામાં 75 ટકા રકમ સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે જ્યારે 25 ટકા રકમ લાભાર્થી-ખેડૂત દ્વારા ચૂકવવામાં આવે છે. હાલ એક મંચાણનો અંદાજિત
ખર્ચ રૂ.17,300 ના 75 ટકા રકમ એટલે કે રૂ.12,975 ની સહાય સરકાર દ્વારા આપવામાં આવતી હતી.

સહાયમાં 122 ટકાનો વધારો

જેમાં હવે વધારો કરી નવી જોગવાઈ મુજબ મંચાણના અંદાજિત ખર્ચ રૂ. 38,248 ના 75 ટકા રકમ એટેલે કે રૂ 28,821 સહાય તરીકે આપવામાં આવશે. આમ, હાલની જોગવાઈમાં પ્રતિ મંચાણ રૂ 15,846 રકમનો સરકાર દ્વારા વધારો એટલે કે હાલની મળતી સહાયમાં 122 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

પેરાપીટના બાંધકામની સહાયમાં 40 ટકાનો વધારો

આ ઉપરાંત વન્યજીવોના સંરક્ષણ અર્થે ખુલ્લા કૂવાઓના પેરાપીટના બાંધકામની સહાય અંગે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2007 થી ખુલ્લા કૂવા ફરતે પેરાપીટ વોલ બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનામાં 90 ટકા રકમ સરકાર દ્વારા સબસિડી પેટે આપવામાં આવે છે તથા 10 ટકા રકમ લાભાર્થી-ખેડૂતોએ આપવાની રહે છે.

હાલમાં એક પેરાપીટ વોલ બનાવવાનો અંદાજિત ખર્ચ રૂ.16,000 ના 90 ટકા રકમ પેટે રૂ.14,400 ની સહાય સરકાર દ્વારા આપવામાં આવતી હતી, જેમાં હવે વધારો કરી નવી જોગવાઈ મુજબ પેરાપીટ વોલ બનાવવાનો અંદાજિત ખર્ચ રૂ. 22510 ના 90 ટકા રકમ રૂ.20,259 સહાય તરીકે આપવામાં આવશે.આમ, હાલની મળતી સહાયમાં 40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…છેલ્લા એક વર્ષમાં ગીરમાં 166 સિંહોના મૃત્યુ! પણ કારણ શું? સરકારનો વિધાનસભામાં સ્વીકાર

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button