ગાંધીનગર

Gujarat માં પેયજળ સમસ્યાના ઉકેલમાં સરકારની સિદ્ધિ, છ વર્ષમાં 99 ટકા રજૂઆતોનો ઉકેલ…

ગાંધીનગર : ગુજરાત(Gujarat)સરકારે રાજ્યમાં પેયજળ સમસ્યાના ઉકેલમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં સરકારના પ્રયત્નોના લીધે છેલ્લા છ વર્ષમાં 99.92 ટકા રજૂઆતોનો ઉકેલ આવ્યો છે. રાજ્ય સરકારે પેયજળની સમસ્યાઓનું નિવારણ લાવવા રાજ્યમાં 1916 ટોલ ફ્રી નંબર રાખવામાં આવ્યો છે. તેમજ તેની માટે વેબસાઈટ પણ કાર્યરત છે.

આ પણ વાંચો : “ગુજરાતનાં ખેડૂતોને સરકારની રાહત” જમીન રિ-સરવેની મુદતમાં કર્યો વધારો

જેમાં રાજ્યમાં વર્ષ 2018થી પાણી પુરવઠા વિભાગ દ્વારા 24 કલાક હેલ્પલાઇન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ સેન્ટર અને વેબસાઈટ ઉપર અત્યાર સુધી 1,82,464 રજૂઆતો નોંધાઈ છે. જે પૈકી 1,82,331 એટલે કે 99.92 ટકા રજૂઆતોનો સંતોષકારક ઉકેલ લાવ્યા છે.

150 મહિલા પાણી સમિતિ

આ ઉપરાંત રાજ્યમાં મહિલાઓનો જળ ક્ષેત્રે બહોળો અનુભવ અને જળલક્ષી તમામ માહિતી મળે તેવા ઉમદા આશયથી પાણી સમિતિઓ કાર્યરત છે, જેમાં 50 ટકા મહિલાઓનું પ્રતિનિધિત્વ હોય છે. વાસ્મો દ્વારા 70 ટકાથી વધુ મહિલા સભ્યો ધરાવતી દર વર્ષે 150 મહિલા પાણી સમિતિને પ્રતિ સમિતિ રૂપિયા 50 હજારની પ્રોત્સાહિત રકમ આપવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યભરની 1379 મહિલા સમિતિને અત્યાર સુધીમાં રૂપિયા 6.18 કરોડની પ્રોત્સાહિત રકમ આપવામાં આવી છે.

વાસ્મો દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા–તાલુકા કક્ષાએ તાલીમ શિબિર, પ્રેરણા પ્રવાસ જેવા વિવિધ કાર્યક્રમો યોજવવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 385 તાલીમ- કાર્યશાળા અને 241 પ્રેરણા પ્રવાસમાં અંદાજે 41 હજારથી વધુ બહેનો સહભાગી થઇને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે પોતાનું મહત્તમ યોગદાન આપી રહી છે.

જળ વિતરણ ગુણવત્તામાં નોંધપાત્ર પરિવર્તન

જ્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા જીઆઈએસ મેપીંગ થ્રુ મોનીટરીંગ કરવા માટે IoT સોફટવેર વિકસાવવામાં આવ્યું છે, જેના પરિણામે જળ વિતરણ–ગુણવત્તામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. IoT સૉફ્ટવેરના માધ્યમથી પાણીના પ્રવાહનું નિરીક્ષણ- વિતરણ કરતી વખતે ડેટા સંગ્રહ અને વિશ્લેષણના માધ્યમથી જળ સુરક્ષા, ગુણવત્તા અને તેની સ્થિરતાને સુનિશ્ચિત કરે છે.

આ પણ વાંચો : Gujarat: રાજ્ય સરકારે 17 નગરપાલિકાઓ – 7 મનપાને આપી કરોડોની ભેટ…

2100 ઉપકરણોમાંથી રિમોટ ડેટા મેળવવામાં આવ્યો

આ ઉપરાંત, રાજ્યના વિવિધ ભાગોમાં અત્યાર સુધીમાં 2300 જેટલા IoT સૉફ્ટવેર આધારિત ઉપકરણો જેમ કે ફ્લો મીટર વગેરે તેમજ વિશ્લેષકોને સ્થાપિત કરવામાં આવ્યા છે. જે પૈકી 2100 ઉપકરણોમાંથી રિમોટ ડેટા મેળવવામાં આવ્યો છે, જેનાથી રાજ્યના પાણી વિતરણ નેટવર્કને અનુકૂલિત કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગના કાર્યો, સંસાધનો, આયોજનનું સર્વગ્રાહી વ્યવસ્થાપન, માનવ સંસાધનો, ફરિયાદ નિવારણ, ફાઈનાન્સ અને સ્ટોર ઈન્વેન્ટરીનું સતત મોનીટરીંગ થાય તે માટે ERP સોફટવેર બનાવવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button