
ગાંધીનગર: ગુજરાત સરકારે શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE ACT-2009) અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા RTE ACTમાં આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. 6 લાખ કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE ACT-2009) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % બેઠકોમાં ધોરણ-1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જેમાં નબળા અને વંચિત જૂથના બાળકો માટે બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા તા.16મી માર્ચ સુધી શરૂ છે.
RTE પ્રવેશ માટે આવક મર્યાદામાં વધારો
અગાઉ RTE પ્રવેશ માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.1.20 લાખ અને શહેરી વિસ્તારમાં રૂ.1.50 લાખ સુધી મર્યાદિત હતી. પરંતુ રાજ્ય સરકારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. 6 લાખ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ.6 લાખ કરવાનો નિર્ણય કર્યો છે. RTE પ્રવેશ પ્રક્રિયા 2025 માટે આવક સ્લેબમાં સુધારો થતા નબળા અને વંચિત જૂથના બાળકો અને વાલીઓને મોટી રાહત થઈ છે.
Read This…આકરા તાપના અહેસાસ બાદ ગરમીથી મળશે આંશિક રાહત; હવામાન વિભાગની આગાહી
15 એપ્રિલ સુધી કરી શકશે અરજી
ઉલ્લેખનીય છે કે, જે બાળકોએ 1 જૂન-2025નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા તેવા પાત્ર બાળકો માટે RTE પોર્ટલ https://rte.orpgujarat.com પર તા. 15/04/2025 સુધી ઓનલાઈન અરજી કરવાની તક છે. વધુમાં, અન્ય કેટેગરીના તથા અગાઉ અરજી ન કરી શકનાર અરજદારો તેમજ ચાલુ વર્ષે જે અરજદારોની અરજીઓ અગાઉ નિર્દિષ્ઠ કરેલ આવક કરતા વધુ આવક (પરંતુ રૂ. 6 લાખ કરતા ઓછી) હોવાના કારણે જિલ્લા કક્ષાએ અમાન્ય થયેલ હોય તેઓ પણ પુનઃ ઓનલાઈન અરજી કરી શકશે.