ગાંધીનગર

જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા સરકારે બે હેલ્પલાઈન નંબર શરૂ કર્યા

ગાંધીનગરઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા હતા. ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ કાશ્મીર ફરવા ગયા છે. આતંકી હુમલા બાદ કાશ્મીર ફરવા ગયેલા ગુજરાતીઓના પરિવારજનોની ચિંતા વધી છે. ગુજરાતના પ્રવાસીઓને પરત લાવવા માટે રાજ્ય સરકારે કવાયત શરૂ કરી છે. સરકાર દ્વારા તમામ જિલ્લામાંથી કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓની માહિતી મંગાવી છે.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલા ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે. ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે. રાજ્યના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે રાજ્ય સરકારે બે હેલ્પલાઈન નંબર શરૂ કર્યા હતા.

મુખ્ય પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલ ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે. ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે માનનીય મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે.

આ માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે બે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઈન નંબર 079-23251900 અને મોબાઈલ નંબર 99784 05304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે, તેમજ જરૂરી મદદ મેળવી શકાશે.

આપણ વાંચો:  બોબી પટેલે ગુજરાતમાંથી કેટલા લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડ્યા? જાણો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button