
ગાંધીનગરઃ ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં, મુખ્ય પ્રધાનના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસને રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. 31 ઓક્ટોબરે ચીફ સેક્રેટરી પંકજ જોશી નિવૃત થવાના છે,ત્યારબાદ આ નિયુક્તિ અમલમાં આવશે.

ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં, મુખ્ય પ્રધાનના મુખ્ય સચિવ તરીકે 1990ની બેચના આઈએયએસ અધિકારી મનોજ કુમાર દાસને રાજ્યના નિયુક્ત કર્યા છે. આ નિયુક્તિ 31 ઓક્ટોબર 2025થી અમલમાં આવશે કે જ્યારે વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી નિવૃત થશે. ઉલ્લેખનીય છે કે મનોજ કુમાર દાસ વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશીનું સ્થાન લેશે, જેઓ 31 ઓક્ટોબર 2025ના રોજ ભારતીય વહીવટી સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના ચીફ સેક્રેટરી પંકજ જોશી આ મહિનાના અંતે નિવૃત્ત થવાના છે પણ ગુજરાત સરકાર તેમને નિવૃત્ત કરવાના બદલે એક્સેટન્શન આપશે એવી અટકળો ચાલી હતી પરંતુ સરકારે પંકજ જોશીને નિવૃતિ આપી છે. 1990ની બેચના આઈએએસ અધિકારી મનોજ કુમાર દાસનો જન્મ 20 ડિસેમ્બર 1966ના રોજ બિહારના દરભંગા જિલ્લામાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી વિદ્યાર્થી રહ્યા હતા. તેમણે IIT ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક. ડિગ્રી પ્રાપ્ત કરી છે.



