ગાંધીનગર

ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ શરુ કરાશે દેશનું સૌ પ્રથમ ગ્રેઇન ATM,જાણો વિશેષતા

ગાંધીનગર : ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વાર 15 ફેબ્રુઆરી 2026 ને રવિવારના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી આ વિવિધ નવતર પ્રકલ્પોનો પ્રારંભ કરશે.

જેમાં CBDC આધારિત પારદર્શક વિતરણ વ્યવસ્થા તેમજ 1 કિ.ગ્રા પેકિંગમાં કઠોળ વિતરણ યોજના, ‘સુપોષિત ગરુડેશ્વર તાલુકો’ અભિયાન તથા અન્નપૂર્તિ ગ્રેઇન ATM જેવા વિવિધ પ્રકલ્પોનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં બેંક ATM ની જેમ જ 24 કલાક અનાજ ઉપલબ્ધ કરાવવા માટે સાબરમતી ઝોન અમદાવાદ ખાતે ‘ગ્રેઇન ATM’શરૂ કરાશે. 

પાયલોટ પ્રોજેક્ટમાં 26,333 પરિવારોને આવરી લેવાયા

જાહેર વિતરણ ક્ષેત્રે લોન્ચ થનારા પ્રકલ્પોમાં CBDC આધારિત પારદર્શક વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. આરબીઆઈ દ્વારા અધિકૃત સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC)નો ઉપયોગ કરી જાહેર વિતરણ વ્યવસ્થામાં સબસિડી ટ્રાન્સફર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.

પંજાબ નેશનલ બેંક દ્વારા વિકસિત આ સિસ્ટમમાં લાભાર્થીને તેમના ડિજિટલ વોલેટમાં ટોકન મળશે, જેમાં વસ્તુનું નામ, વજન અને કિંમતની જાણકારી હશે.  આધાર બેઝ્ડ પ્રણાલીથી સ્માર્ટફોન ધારકો QR કોડથી અને ફીચર ફોન ધારકો OTP દ્વારા અત્યાધુનિક પધ્ધતિથી અનાજ મેળવી શકશે.  આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરનો સાબરમતી ઝોન, સુરત, આણંદ અને વલસાડના 26,333 પરિવારોને આવરી લેવાયા છે. 

35 સેકન્ડમાં 25 કિલો સુધીનું અનાજ મેળવી શકાશે

જેમાં રાજ્યના NFSA પરિવારોને પ્રોટીનયુક્ત આહાર પૂરો પાડવા માટે હવેથી તુવેરદાળ અને ચણાનું વિતરણ છૂટકને બદલે 1 કિલોના સ્ટાન્ડર્ડ સીલ પેકિંગમાં કરાશે. જેનાથી શુદ્ધતા અને ગુણવત્તા જળવાઈ રહેશે.  જેમાં બેંક ATM ની જેમ જ 24 કલાક અનાજ ઉપલબ્ધ કરાવવા માટે સાબરમતી ઝોન અમદાવાદ ખાતે ‘ગ્રેઇન ATM’શરૂ કરાશે. માત્ર 35 સેકન્ડમાં 25 કિલો સુધીનું અનાજ મેળવી શકાશે.જેનાથી વિતરણ વ્યવસ્થામાં સચોટતા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણો પ્રસ્થાપિત થશે. 

સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યા

આ ઉપરાંત અન્ય કાર્યક્રમમાં ખાદ્ય સુરક્ષાથી પોષણ સુરક્ષા તરફ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લિમિટેડ (GSCSCL)ના CSR ફંડમાંથી રૂપિયા 1.65 કરોડના ખર્ચે નર્મદાના ગરુડેશ્વર તાલુકાને કુપોષણ મુક્ત કરવાનું અભિયાન શરૂ કરાશે. આ પ્રોજેક્ટ હેઠળ બે મોડેલ આંગણવાડીઓની સ્થાપના થશે અને કિશોરીઓ તથા સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button