ગુજરાતમાં ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેન માટેની પરીક્ષાઓ તારીખો જાહેર

ગાંધીનગર: ગુજરાતના લાયસન્સિંગ બોર્ડે જાહેરાત કરી છે કે ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેન માટેની પરીક્ષાઓ રાજ્યના વિવિધ કેન્દ્રો પર 29 ઓક્ટોબરથી 1 નવેમ્બર, 2025 દરમિયાન લેવામાં આવશે. આ અંગે એક સત્તાવાર નિવેદન અનુસાર, લાયક ઉમેદવારોની યાદી, તેમના રોલ નંબરો અને વિગતવાર પરીક્ષા સમયપત્રક સાથે, વિભાગની સત્તાવાર વેબસાઇટ – https://ceiced.gujarat.gov.in પર અપલોડ કરવામાં આવી છે.
આ અંગે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની પરીક્ષાની વિગતો અને સમયપત્રક અગાઉથી તપાસવા માટે વેબસાઇટ પરથી મેળવી શકે છે.
યુવાધનને યોગ્ય રોજગારી મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ
ઉલ્લેખનીય છે કે, રાજયના શ્રમ મંત્રીએ જુલાઈ માસમાં જણાવ્યું હતું કે, રાજ્યના યુવાધનને યોગ્ય રોજગારી મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી રોજગાર મેળા સહિતના અનેક પ્રયાસો હાથ ધરી રહી છે. જેના પરિણામે જ ગુજરાત રોજગારી પૂરી પાડવામાં સતત અવ્વલ રહ્યું છે.
જયારે વર્ષ 2018 -19 થી 2022-23 દરમિયાન 5 વર્ષના સમયગાળામાં રોજગાર કચેરીઓ દ્વારા 15 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. આ સમયગાળામાં 7 હજારથી વધુ ભરતીમેળાના આયોજન થકી જ રાજ્યના આશરે 8 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી મળી છે.



