CM ભૂપેન્દ્ર પટેલે મોદી સાથેનો ફની કિસ્સો વર્ણવીને કર્યાં ભરપૂર વખાણ

ગાંધીનગર: ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુડ ગવર્નન્સ દિવસના કાર્યક્રમમાં સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાતની વાતોને શેર કરી હતી. તેમણે કહ્યું જે જયારે આપણે વડાપ્રધાનને મળવા જઈએ ત્યારે તે કેમ છો, મજામાં છો જેવી વાતો નથી કરતા. તેવો સીધી કામની જ વાત કરે છે. તેમજ પૂછે કે કયા કામ થયા છે અને ક્યા કામ બાકી છે. તેમજ જે પણ અડચણો હોય તેને કેવી રીતે ઉકેલી શકાય તેની ચર્ચા કરે છે. તે એક પણ મિનીટ બગાડતા નથી.
કાર્ય પદ્ધતિની ચર્ચા કરી હતી.
આ ઉપરાંત હું એક મારો અનુભવ તેમને શેર કરું છું. જેમાં જયારે હું બીજી વખત મુખ્યમંત્રી બન્યો ત્યારે મને વડાપ્રધાનને એકલા મળવાની તક મળી હતી. તેમજ તેની સાથે કાર્ય પદ્ધતિની ચર્ચા કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે મને સવારે સમગ્ર દિવસનું શિડયુલ મળે છે. તેમજ જો તેમાં મને જો 10 મિનીટની ગેપ લાગે તો હું તરત જ તે સમય અન્ય કામને સમાવી લઈ છું. તેમજ શિડયુલને ફરી બનાવવા જણાવું છું.
વડાપ્રધાન દરેક મિનીટ દેશહિતમાં સમર્પિત કરવા કટિબદ્ધ
જયારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે મે પીએમ મોદીને જણાવ્યું કે વડાપ્રધાન કાર્યાલય કરતા ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં આનાની વિપરિત પદ્ધતિ છે. ત્યારે પીએમ મોદીએ પૂછ્યું શું પદ્ધતિ છે. ત્યારે મેં જણાવ્યું કે ઓછુ કામ કરવા માટે નહી પરંતુ જયારે અમને શિડયુલમાં 10 મિનીટનો બ્રેક મળતો હોય તો અમે તેને 25 થી 30 મિનીટ લંબાવવામાં માટે પરત મોકલીએ છીએ. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ જ વડાપ્રધાન મોદીએ અસાધારણ કાર્યક્ષમતા દર્શાવે છે. તેમના શિડયુલમાં એક પણ મિનીટ વેડફવામાં નથી આવતી. તે પોતાની દરેક મિનીટ દેશહિતમાં સમર્પિત કરવા માંગે છે.



