
ગાંધીનગર : ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. જોકે, આ પૂર્વે હાલમાં મંત્રી બનનારા ધારાસભ્યોને શપથ ગ્રહણ માટે ફોનથી જાણ કરવામાં આવી રહી છે. રાજ્યમાં હાલ સંગઠન મહામંત્રી દ્વારા મંત્રી બનનારા ધારાસભ્યોને શપથ ગ્રહણ માટે ફોનથી જાણ કરવામાં આવી રહી છે.
રીવાબા જાડેજા, અર્જુન મોઢવાડિયા અને કાન્તી અમૃતિયાનો સમાવેશ
26 સભ્યોનું મંત્રીમંડળ બનશે
આ ધારાસભ્યોનો નવા મંત્રી મંડળમાં સમાવેશ થયો છે. જેમાં કેટલાક મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે. જયારે નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે. આમ, નવા 25 મંત્રી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 26 સભ્યોનું મંત્રીમંડળ બનશે.
હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે તેવી શક્યતા
જેમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે તેવી શક્યતા છે. આ શપથ વિધિ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં મંચની ડાબી તરફ સાધુ સંતો અને આમંત્રિતો માટે સ્ટેજ અલગ રાખવામાં આવ્યું છે. જયારે શપથ વિધિ કાર્યક્રમ ઝડપથી પૂર્ણ તે માટે એક સાથે 10 મંત્રીઓ શપથ લઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. જયારે મુખ્ય મંચ પર વચ્ચે રાજ્યપાલ અને મુખ્યમંત્રી બેસશે. જયારે રાજ્યપાલની બંને તરફ પદનામિત મંત્રીઓની બે હરોળમાં બેઠક વ્યવસ્થા રહેશે.
આપણ વાંચો: જાણો … ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં ક્યા મંત્રીઓને રિપીટ કરાયા, કયા નવા ચહેરાઓને મળ્યુ સ્થાન