ગુજરાતના નવા મંત્રીમંડળમાં ભાજપે જ્ઞાતિ અને ઝોનને બેલેન્સ કરવાનો પ્રયાસ કર્યો | મુંબઈ સમાચાર
Top Newsગાંધીનગર

ગુજરાતના નવા મંત્રીમંડળમાં ભાજપે જ્ઞાતિ અને ઝોનને બેલેન્સ કરવાનો પ્રયાસ કર્યો

ગાંધીનગર : ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળની સીએમ ભુપેન્દ્ર પટેલના નેતુત્વમાં વિસ્તરણ હાથ ધર્યું છે. જેમાં ભાજપે જાતિ અને ઝોનનું બેલેન્સ કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ઝોન વાઈસ નજર કરીએ તો સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 9 મંત્રીઓ, મધ્ય ગુજરાતમાંથી 6 મંત્રીઓ, ઉત્તર ગુજરાતમાંથી 5 મંત્રીઓ બનશે અને દક્ષિણ ગુજરાતમાંથી 4 મંત્રીઓ બનશે.જયારે અમદાવાદમાંથી દર્શના વાઘેલા મંત્રી બનાવવામાં આવ્યા છે.

જાતિય સમીકરણને પણ બેલેન્સ કરવાનો પ્રયાસ

ભાજપ આ ઉપરાંત જાતિય સમીકરણને પણ બેલેન્સ કરવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ જેમાં અનુસૂચિત જાતિમાંથી ત્રણ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લીધી છે. જેમાં મનીષ વકીલ, પ્રદ્યુમન વાજા અને દર્શનાબેન વાઘેલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આદિવાસી સમાજમાંથી 4 ધારાસભ્યો મંત્રી બન્યા છે. જેમાં રમેશ કટારા,પી.સી.બરંડા, જયરામ ગામીત અને નરેશ પટેલનો સમાવેશ થાય છે.

પાટીદાર સમાજમાંથી 8 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન

જયારે ભાજપે તેની મહત્વની વોટબેંકને જાળવી રાખવા માટે પાટીદાર સમાજમાંથી સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત 8 સભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કૌશિક વેકરિયા, પ્રફૂલ પાનરેસિયા, કાંતિ અમૃતિયા, ઋષિકેશ પટેલ, કમ લેશ પટેલ અને જીતુ વાઘાણીને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આપણ વાંચો:  ગુજરાતના નવા મંત્રીમંડળનું સંપૂર્ણ લિસ્ટ, વાંચો એક જ ક્લિકે

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button