ગુજરાતમાં નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે ભાજપ પ્રદેશના માળખામાં ધરખમ ફેરફાર થવાની શક્યતા

ગાંધીનગરઃ ગુજરાતમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું અને હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પ્રદેશના માળખામાં મોટા ફેરફાર કરવાની વેતરણમાં છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ, પ્રધાનમંડળ વિસ્તરણ બાદ ભાજપના નવું માળખું ક્યારે જાહેર થાય તેના પર સૌની નજર છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના પ્રદેશ માળખામાં પણ ધરખમ ફેરફારો થશે. લાભપાંચમ બાદ ભાજપ પ્રદેશનું નવું માળખુ જાહેર થાય તેવી શક્યતા છે.
જગદીશ પંચાલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યા બાદ રાજ્યમાં પરિભ્રમણ કરીને લોકસંપર્ક શરૂ કર્યો હતો. ઉપરાંત ઝોનવાઇઝ જાહેરસભા યોજી હતી.
આપણ વાંચો: જાણો … ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં ક્યા મંત્રીઓને રિપીટ કરાયા, કયા નવા ચહેરાઓને મળ્યુ સ્થાન
પ્રદેશ પ્રમુખના પરિભ્રમણનું સમાપન અમદાવાદમાં સભા સ્વરૂપે થયું હતું. રાજ્યમાં થોડા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે. આ ચૂંટણીમાં એકતરફી જીત હાંસલ કરવા જગદીશ પંચાલ નવી ટીમને અંતિમ સ્વરૂપ આપવાની દિશામાં કવાયત હાથ ધરી હતી.
પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યા બાદ જગદીશ પંચાલે ગુજરાતનો પ્રવાસ શરૂ કરી કાર્યકરો સાથે જનસંપર્ક કર્યો છે. સાથે સાથે ઝોનવાઇઝ જાહેરસભા યોજવાનું શરૂ કર્યું છે.
આપણ વાંચો: ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનો શપથ સમારોહ, મંત્રીઓ નામો અંગે સસ્પેન્સ યથાવત
આ ઉપરાંત આગામી મહાનગરપાલિકા-સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે નવી ટીમને આખરી ઓપ આપવાની દિશામાં કવાયત હાથ ધરી છે. જેમાં પાયાના કાર્યકરોને સંગઠનમાં સ્થાન આપવાનુ નક્કી કરાયું છે.
જૂના જોગીઓના અનુભવની સાથે યુવાઓને જોડી પ્રદેશના માળખાને નવો ઓપ આપવા તૈયારી કરી છે, જેને હાઇકમાન્ડે લીલીઝંડી આપી દીધી છે. એવામાં કેટલાંક નેતાઓની વાપસી થઈ શકે છે તો કેટલાંકને વિલા મોઢે વિદાય લેવી પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંડળના વિસ્તરણ પહેલાં હાઇકમાન્ડનું તેડું આવતાં પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ તાબડતોડ દિલ્હી દોડ્યા હતાં. જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે યોજાયેલી બેઠકમાં નવા પ્રધાનો ઉપરાંત પ્રદેશના નવા માળખાને લઇને પણ ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.