ગાંધીનગર

PHOTOS: કમલમમાં મહિલા કાર્યકર્તાએ ગરબા રમીને વિજયોત્સવ મનાવ્યો

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં ભાજપનો એક તરફી વિજય થયો હતો. ભાજપની આ જીતની ઉજવણી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કરવામાં આવી હતી. ગાંધીનગર કમલમ ખાતે ઢોલ નગારા સાથે કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

PHOTOS: Female activist celebrates victory by playing Garba in Kamalam

ભાજપની મહિલા કાર્યકર્તાઓ અહીં ગરબે રમી હતી. ગરબે ઘૂમીને ભાજપની મહિલા કાર્યકર્તાઓએ વિજયોત્વ મનાવ્યો હતો.

PHOTOS: Female activist celebrates victory by playing Garba in Kamalam

રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ તેમાં સામેલ થયા હતા.

PHOTOS: Female activist celebrates victory by playing Garba in Kamalam

સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય જીત મળી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને લોકોમાં તેમનો વિશ્વાસ આજે સમગ્ર દેશમાં જોવા મળે છે. મોદીનો અશ્વમેઘ યજ્ઞના ઘોડાને પકડવાની કે રોકવાની કોઇ પણ પાર્ટી કે પાર્ટીના નેતાની ક્ષમતા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે જનતાનું અભૂતપૂર્વ જનસમર્થન છે, જેમાં અન્ય રાજકીય પાર્ટીના આગેવાનો અંજાઇ જાય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેનો વિશ્વાસ તેમજ દેશના ગૃહ પ્રધાન અમિત શાહનું માર્ગદર્શન અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં થયેલા વિકાસના કાર્યો અને જનસંપર્ક સહિત ભાજપના તમામ કાર્યકર્તાઓએ કરેલી અથાગ મહેનતનું પરિણામ છે.

આ પણ વાંચો…ગુજરાત વિધાનસભાનું આવતીકાલથી શરુ થશે બજેટ સત્ર, ગુરુવારે બજેટ રજૂ કરાશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button