ગાંધીનગર

ગુજરાતમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે સરકાર એક્શનમાં, 541 બાંધકામ સાઈટ પાસેથી 123 લાખની વસૂલાત

ગાંધીનગર : ગુજરાતમાં શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યના મહાનગરોમાં વધી રહેલી હવા પ્રદૂષણની માત્રાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં હવા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા ચર્ચા કરવામાં આવી હતી.

જેની બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ચાલતી બાંધકામ સાઇટનું નિરીક્ષણ કરીને 541 બાંધકામ સાઈટ પાસેથી 123 લાખની વસૂલાત કરવામાં આવી છે.

આપણ વાચો: એમએમઆરમાં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા ૧૯ આરએમસી પ્લાન્ટ બંધ…

પ્રદુષણને નિયંત્રણમાં લેવાના પગલા ભરવા સૂચના આપી

આ અંગે વિગતો મુજબ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવએ મુખ્યમંત્રીની સૂચના બાદ રાજ્યની તમામ 17 મહાનગરપાલિકાઓના મ્યુનિસીપલ કમિશનરઓ અને 6 પ્રાદેશિક નગરપાલિકાઓના કમિશનરઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજીને હવા પ્રદૂષણને અટકાવવા અંગેની ચર્ચા કરી હતી.

આ બેઠકમાં તેમણે શહેરી વિસ્તારોમાં ચાલતા બાંધકામની વિવિધ સાઈટનું ઈન્સ્પેક્શન કરીને પ્રદુષણને નિયંત્રણમાં લેવાના પગલા ભરવા સૂચના આપી હતી..

આપણ વાચો: ગુજરાતમાં વધતા વાયુ પ્રદૂષણ મુદ્દે સરકાર ચિંતિત, કેબિનેટ બેઠકમાં એકશન પ્લાન તૈયાર કરવા તાકીદ…

સાઈટ ઈન્સ્પેક્શનની કામગીરી શરુ કરી

આ બેઠક બાદ મહાનગરપાલિકાઓએ તાત્કાલિક ધોરણે સાઈટ ઈન્સ્પેક્શનની કામગીરી શરુ કરી હતી. આ દરમિયાન મહાનગરોમાં બાંધકામ ચાલુ હોય તેવી કુલ 2961 સાઈટ પૈકી માત્ર ત્રણ જ દિવસમાં 2600 થી વધુ સાઈટનું ઈન્સ્પેક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે.

જેમાં જૂની 08 મહાનગરપાલિકાની કુલ 1563 સાઈટ પૈકી 1303 સાઈટ તેમજ નવી 09 મહાનગરપાલિકાની કુલ 1398 સાઈટ પૈકી 1300 સાઈટનું ઈન્સ્પેકશન પૂર્ણ થયું છે.

આપણ વાચો: અમદાવાદની હવામાં પ્રદૂષણ યથાવત્, જાણો તમારા વિસ્તારનો AQI કેટલો છે

541 બાંધકામ સાઈટ પાસેથી 123 લાખની વસૂલાત

આ ઈન્સ્પેકશન દરમિયાન જૂની 08 મહાનગરપાલિકાની 506 સાઈટને દંડ કરીને રૂ. 122.82 લાખ પેનલ્ટી તેમજ નવી 09 મહાનગરપાલિકાની 35 સાઈટને દંડ કરીને રૂ. 1.059 લાખ પેનલ્ટીની વસૂલાત કરવામાં આવી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button