ગાંધીનગર

AI અને ક્લાઉડનો યુગ શરૂઃ ગુજરાત સરકારે AI સ્ટેક અને ક્લાઉડ ગાઇડલાઇન્સ કરી જાહેર

ગાંધીનગરઃ મહાત્મા મંદિર ખાતે ‘Regional AI Impact Conference’નો પ્રારંભ થયો હતો. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. જે ગુજરાતને AI-સંચાલિત રાજ્ય બનાવવાની દિશામાં આગળ વધારવાનો રાજ્ય સરકારનો પ્રયાસ દર્શાવે છે. આ દરમિયાન સરકારી વિભાગો માટે છ “પ્લગ-એન્ડ-પ્લે” AI ટૂલ્સ ધરાવતો ગુજરાત AI સ્ટેક લોન્ચ કરવામાં આવ્યો હતા.

આ 6 AI સ્ટેક ટૂલ્સ લોન્ચ કરાયા

આ ટૂલ્સમાં એગ્રીકલ્ચર AI, સ્કીમ એલિજિબિલિટી વેરિફિકેશન, પ્રોક્યોરમેન્ટ ચેટબોટ (ખરીદી ચેટબોટ), ગ્રિવન્સ ક્લાસિફાયર (ફરિયાદ વર્ગીકારક), ડોક્યુમેન્ટ એક્સ્ટ્રેક્ટર (દસ્તાવેજ નિષ્કર્ષક), ચેટ મેનેજમેન્ટ ટૂલનો સમાવેશ થાય છે. આ ટૂલ્સનો હેતુ શાસનને વધુ ઝડપી, સચોટ અને નાગરિક-કેન્દ્રિત બનાવવાનો છે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં 9,000થી વધુ આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત: ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન

ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના એક મુખ્ય પગલા તરીકે, ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ ૨૦૨૫ નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ગાઇડલાઇન્સ રાજ્યના ડિજિટલ શાસનને વધુ સુરક્ષિત, સ્કેલેબલ અને AI-તૈયાર બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેનાથી MeitY-એમપેનલ્ડ ક્લાઉડ સેવાઓ અને રાષ્ટ્રીય GPU કમ્પ્યુટ સંસાધનોની સરળ પહોંચ સક્ષમ બનશે.

આ પણ વાંચો : ગુડ ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ: CM ભૂપેન્દ્ર પટેલે પોરબંદરના મોડદર ગામ માટે ₹9 કરોડ મંજૂર કર્યા, વર્ષો જૂની રસ્તાની સમસ્યાનો અંત!

આ કાર્યક્રમ દરમિયાન બે મહત્વના MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. (1) ગુજરાત સરકાર – Google – BHASHINI: મલ્ટિલિંગ્યુઅલ AI, ગુજરાતી ભાષાના મૉડલ્સના વિકાસ અને ડિજિટલ જાહેર સેવાઓને વધારવા માટે વ્યૂહાત્મક ભાગીદારી. (2) ગુજરાત સરકાર – GIFT સિટી – Henox: ગુજરાતમાં કેબલ લેન્ડિંગ સ્ટેશન (CLS) સ્થાપિત કરવા માટેનો કરાર. આનાથી રાજ્ય વૈશ્વિક ડિજિટલ કનેક્ટિવિટીના હબ તરીકે સ્થાન પામશે અને ગ્રીન ડેટા સેન્ટર્સને પ્રોત્સાહન મળશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button