ગુજરાતમાં કેબિનેટના 9 અને રાજ્યકક્ષાના 16 મંત્રીઓએ શપથ લીધા

ગાંધીનગર : ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનું સીએમ ભુપેન્દ્ર પટેલના નેતુત્વમાં વિસ્તરણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નવ મંત્રીઓએ કેબિનેટ અને 16 મંત્રીઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. જેમાં ત્રણ મંત્રીઓને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.
હર્ષ સંઘવીએ રાજ્યના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
જેમાં આજે હર્ષ સંઘવીએ રાજ્યના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. જયારે ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી,કનુભાઈ દેસાઈ,કુંવરજી બાવળીયા,નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.
13 મંત્રીઓએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા
જયારે મંત્રીમંડળમાં 13 મંત્રી ઓએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતાં. જેમાં પરસોતમ સોલંકી,કાંતિ અમૃતિયા, રમેશ કટારા ,દર્શના વાઘેલા ,પ્રવીણ માલી , સ્વરૂપ ઠાકોર ,જયરામ ગામીત , રીવાબા જાડેજા , પી સી બરંડા, સંજય મહિડા, કમલેશ પટેલ, ત્રિકમ છાંગા અને કૌશિક વેકરિયાને રાજ્યકક્ષાના મંત્રીઓ તરીકે શપથ લીધા હતા.
રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા સાથે ત્રણ મંત્રીઓ શપથ લીધા
જયારે ત્રણ મંત્રીઓ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા સાથે મંત્રી તરીકે શપલ લીધા હતા. જેમાં મનિષા વકીલ,પ્રફુલ પાનસેરિયા અને ઇશ્વરસિંહ પટેલના નામનો સમાવેશ થાય છે.
ભાજપે જ્ઞાતિ અને ઝોનનું બેલેન્સ કરવાનો પ્રયાસ કર્યો
ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં ભાજપે જ્ઞાતિ અને ઝોનનું બેલેન્સ કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ઝોન વાઈસ નજર કરીએ તો સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 9 મંત્રીઓ, મધ્ય ગુજરાતમાંથી 6 મંત્રીઓ, ઉત્તર ગુજરાતમાંથી 5 મંત્રીઓ બનશે અને દક્ષિણ ગુજરાતમાંથી 4 મંત્રીઓ બનશે.જયારે અમદાવાદમાંથી દર્શના વાઘેલા મંત્રી બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો…40 વર્ષના હર્ષ સંઘવીને પ્રમોશન કેમ મળ્યું, જાણો હકીકત?