
ગાંધીનગરઃ આ વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. જેને લઈ ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત કેડરના 35 IAS અને 10 IPS અધિકારીઓની ચૂંટણી નિરીક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી. આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ આ અધિકારીઓની તાલીમ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાથી શરૂ થશે. આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકારે જે તે અધિકારીઓના વિભાગોમાં વધારાના ચાર્જની વ્યવસ્થા કરવી પડશે.
આ10 IPS અધિકારીઓ બજાવશે ફરજ
ચૂંટણી ફરજ માટે પસંદ કરાયેલા IPS અધિકારીઓમાં એ.જી. ચૌહાણ, બિપિન અહિરે, પી.એલ. માલ, મકરંદ ચૌહાણ, વિશાલ વાઘેલા, દીપક મેઘાણી, નિલિપ્ત રાય, ચૈતન્ય માંડલિક, હિતેશ જોયસર અને મયુર પાટીલનો સમાવેશ થાય છે.
પસંદગી પામેલા IAS અધિકારીઓ
જ્યારે પસંદગી પામેલા 35 IAS અધિકારીઓમાં આરતી કંવર, સંદીપ કુમાર, રૂપવંત સિંગ, સ્વરૂપ પી., પ્રવીણ સોલંકી, અવંતિકા સિંગ ઓલખ, રાકેશ શંકર, રાજકુમાર બેનીવાલ, રાજેશ મંજૂ, રાજેન્દ્ર કુમાર, રાહુલ ગુપ્તા, પી. ભારતી, રંજીત કુમાર જે., હર્ષદ પટેલ, આલોક પાંડે, જેનુ દેવન, સંદીપ સાંગલે, દિલીપ રાણા, આદ્રા અગ્રવાલ, રંજીત કુમાર સિંગ, ધવલ પટેલ, મહેશ પટેલ, એમ. નાગરાજન, પ્રવીણા ડી.કે., કુલદીપ આર્ય, વિજય ખરાડી, રતનકંવર ગઢવીચરણ, અજય પ્રકાશ, ડી.ડી. જાડેજા, અમિત અરોરા, હર્ષિત ગોસાવી, સ્તુતિ ચરણ, આશિષ કુમાર, પ્રભવ જોશી અને નેહા કુમારીનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારે આ તમામ અધિકારીઓને પત્ર લખીને ચૂંટણી પંચ સમક્ષ હાજર થવા માટે સૂચના આપી દીધી છે



