ગુજરાતમાં પાંચ વર્ષમાં 86,418 કરોડના મૂડી રોકાણ સાથે 3.98 લાખ રોજગારીનું સર્જન

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ 2021 થી 2025 માં 86, 418 કરોડના મૂડી રોકાણ સાથે 3. 98 લાખથી વધુ રોજગારીનું સર્જન કરવામાં આવ્યું હોવાનો સરકારે દાવો કર્યો છે. આ ઉપરાંત સરકાર દ્વારા 1.69 લાખ કરતાં વધુ ક્લેઇમ અરજીઓ સંદર્ભે રૂપિયા 7300 કરોડથી વધુની સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. જેમાં નાણાકીય વર્ષ 2024-25 માં ગુજરાતમાં રૂપિયા 42,774 કરોડથી વધુના રોકાણ દ્વારા 1.65 લાખ કરતાં વધુ નવી રોજગારીનું સર્જન થયું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 21 હજાર કરતાં વધુ એકમોને રૂપિયા 958 કરોડ જેટલી નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવી છે.
1.10 લાખ જેટલા MSME એકમોનું રજિસ્ટ્રેશન
ગુજરાતમાં અંદાજે 1. 10 લાખ જેટલા MSME એકમોનું રજિસ્ટ્રેશન અને 66 હજાર કરતાં વધુ એકમોએ ZED પ્રમાણપત્ર મેળવતા ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ZED રજિસ્ટ્રેશન, સર્ટિફિકેશન તથા વાઈબ્રન્ટ ગુજરાત જેવી વિવિધ પહેલ થકી ગુજરાત દેશના MSME ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અંદાજે ૧૭.૩૯ 17.39 લાખ ઉદ્યમ રજિસ્ટ્રેશનની નોંધણી થઈ છે. જેમાં 2. 91 લાખ કરતાં વધુ મહિલા સાહસિકોની ભાગીદારી નોંધાઈ છે.
6 રિઝનલ MSEFC કાઉન્સિલની રચના
રાજ્યમાં વિવિધ ક્ષેત્રના ક્લસ્ટર વિકાસ માટે રૂપિયા 4.5 કરોડ અને માર્કેટિંગ ડેવલપમેન્ટ સહાય યોજના હેઠળ 1511 એકમોને રૂપિયા 26.38 કરોડ એમ કુલ રૂપિયા 30 કરોડ કરતાં વધુનું ચૂકવણું રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તદુપરાંત રાજ્યમાં વિલંબિત ચૂકવણીના કેસોના ઝડપથી નિકાલ માટે અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા અને કચ્છ એમ કુલ 6 રિઝનલ MSEFC કાઉન્સિલની રચના પણ કરવામાં આવી છે.
આપણ વાંચો: IPSની બદલી કર્યાના 10 દિવસમાં 118 PSIની તાત્કાલિક અસરથી બદલી, DGP કચેરીએ આપ્યો આદેશ