Top Newsગાંધીનગર

ગુજરાતની ભાજપ સરકારે GASમાંથી પ્રમોટ કરેલા ક્યા 21 IAS અધિકારી આ વર્ષે નિવૃત્ત થશે ?

ગાંધીનગર: ગુજરાતના વહિવટી માળખામાં વર્ષ 2026માં મોટો ફેરફાર જોવા મળશે. કારણ કે રાજ્યના કુલ 22 IAS અધિકારીઓ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. તેમાં નોંધવા જેવી વાત એ છે કે નિવૃત્ત થનારા IAS અધિકારીઓમાંથી 21 અધિકારીઓ ગુજરાત વહીવટી સેવા (GAS) માંથી IAS તરીકે બઢતી પામેલા છે.

મળતી વિગતો અનુસાર, ગુજરાતના વહીવટી માળખામાં વર્ષ 2026 દરમિયાન રાજ્યના કુલ 22 IAS અધિકારીઓ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. યાદીમાં સીધી ભરતી એટલે કે UPSCના માત્ર એક જ અધિકારી મુખ્ય સચિવ એમ.કે. દાસ સામેલ છે, જ્યારે બાકીના તમામ 21 અધિકારીઓ ગુજરાત વહીવટી સેવા એટલે કે GAS માંથી IAS તરીકે બઢતી પામેલા છે. નિવૃત્ત થનારા અધિકારીઓમાં એચ.કે. કોયા, ડી.એસ. ગઢવી, ડી.પી. દેસાઈ, બી.પી. ચુડાસમા, તુષાર ધોળકિયા, બી.એચ. તલાટી સહિતના વરિષ્ઠ નામોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે એકસાથે 22 IAS અધિકારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે નવી નિમણૂકોની રાહ જોવાઈ રહી છે, જેનો વરિષ્ઠ અધિકારીઓમાં હરખ પણ દેખાઈ રહ્યો છે. વળી નવા વર્ષની શરૂઆતે ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા અનેક આઈએએસ અધિકારીઓને બઢતીની ભેટ આપી હતી.

રાજ્ય સરકાર દ્વારા કુલ 5 આઈએએસ અધિકારીઓને એપેક્સ સ્કેલમાં, 2 અધિકારીઓને હાયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં અને 7 અધિકારીઓને સુપર ટાઈમ સ્કેલમાં બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય 35 અધિકારીઓને પણ સિલેક્શન ગ્રેડ, જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ અને સીનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો…ગુજરાત સરકારે 52 IAS અધિકારીને આપ્યું પ્રમોશન, જુઓ સંપૂર્ણ યાદી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button