
ગાંધીનગર : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે અનેક જીલ્લાઓમાં જનજીવનને વ્યાપક અસર થઈ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ હાલ કુલ 102 રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં એક નેશનલ હાઈવે બે સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે.
અમદાવાદ જીલ્લામાં 1 સ્ટેટ હાઈવે 1 પંચાયત રોડ બંધ
જેમાં અમદાવાદ જીલ્લામાં 1 સ્ટેટ હાઈવે 1 પંચાયત રોડ, ખેડા જીલ્લામાં 15 પંચાયત રોડ, અરવલ્લીમાં 5 પંચાયત રોડ, બનાસકાંઠામાં 1 અન્ય માર્ગ અને 3 પંચાયત રોડ, પાટણમાં ૩ અન્ય માર્ગ અને ૩ પંચાયત રોડ, વડોદરામાં 1 સ્ટેટ હાઈવે અને 1 પંચાયત રોડ, છોટા ઉદેપુરમાં એક નેશનલ હાઇવે અને 1 પંચાયત રોડ, મહીસાગરમાં 1 પંચાયત રોડ, પંચમહાલમાં 1 અન્ય માર્ગ અને 2 પંચાયત માર્ગ વાહન વ્યવહાર માટે બંધ છે.
નવસારીમાં 21 પંચાયત માર્ગ બંધ
જયારે સુરતમાં 5 પંચાયત માર્ગ, તાપીમાં 2 પંચાયત માર્ગ, નવસારીમાં 21 પંચાયત માર્ગ, વલસાડમાં 2 અન્ય માર્ગ 21 પંચાયત માર્ગ, જામનગરમાં 1 પંચાયત માર્ગ, સુરેન્દ્રનગરમાં 1 પંચાયત માર્ગ, ભાવનગરમાં 1 પંચાયત માર્ગ, જુનાગઢમાં 2 પંચાયત માર્ગ, અમરેલીમાં 5 પંચાયત માર્ગ અને પોરબંદરમાં 1 પંચાયત માર્ગ વાહન વ્યવહાર માટે બંધ છે.
રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 61 ટકા વરસાદ
ગુજરાતમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ આજે સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 61 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત ઝોનમાં સૌથી વધુ 65 ટકા, કચ્છ ઝોનમાં 64 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાત ઝોનમાં 63 ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં 62 ટકા વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો…ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ 61 ટકા વરસાદ, સૌથી વધુ ઉત્તર ઝોનમાં 65 ટકા