રાજ્યની કોલેજોમાં અધ્યાપક બનવું છે? સોમવારથી GSET પરીક્ષા માટે અરજી શરૂ, જાણો સંપૂર્ણ વિગતો | મુંબઈ સમાચાર
ગાંધીનગર

રાજ્યની કોલેજોમાં અધ્યાપક બનવું છે? સોમવારથી GSET પરીક્ષા માટે અરજી શરૂ, જાણો સંપૂર્ણ વિગતો

ગાંધીનગર: રાજ્યની યુનિવર્સિટી અને કોલેજોમાં અધ્યાપકોની નોકરી માટે લેવાતી GSET (ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ)ની પરીક્ષા 2025ની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર માટે 18મી ઓગષ્ટના સોમવારથી ફોર્મ ભરવાની શરૂઆત થશે.

આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ

રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપકોની નોકરી માટે લેવાતી GSETની પરીક્ષા માટે 18 ઓગષ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને ફી ભરવાની રહેશે. 16 સપ્ટેમ્બર ૨૦૨૫નાં પરીક્ષા રાજ્યના 11 કેન્દ્ર પર 33 વિષય માટે પરીક્ષા લેવાની જાહેરાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરા દ્વારા કરવામાં આવી છે.

આપણ વાંચો: યુનિવર્સિટીઓ અને કોલેજોને મોદીની તસવીરો સાથે સેલ્ફી પોઈન્ટ સ્થાપિત કરવા આદેશ

શું છે શૈક્ષણિક લાયકાત?

GSETની પરીક્ષા આપવા માટે અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટની માન્ય ડીગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. તે સિવાય માસ્ટર ડીગ્રીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. જોકે, જનરલ કેટેગરીમાં ઉમેદવારો માટે માસ્ટર ડીગ્રી સરેરાશ ૫૫ ટકા સાથે પૂર્ણ થયેલી હોવી જોઈએ. જ્યારે અન્ય ઉમેદવારો માટે આ મર્યાદા ૫૦ ટકાની છે.

કેટલી અરજી ફી?

ઉલ્લેખનીય છે કે જે વિદ્યાર્થીઓ GSET પરીક્ષા માટે અરજી કરવા માંગે છે, તે પૈકીના સામાન્ય, જનરલ EWS તેમ જ અન્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ૯૦૦ રૂપિયા ફી ભરવાની રહેશે. જયારે અ. જાતિ તેમ જ અ. જનજાતિના ઉમેદવારે ૭૦૦ રૂપિયા અને વિકલાંગ ઉમેદવારો માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે. આ ફી સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી સૂચના અનુસાર માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button