સ્નાતક ઉમેદવારો માટે ખુશખબર: GPSCની 450 જગ્યા પર આજથી ફોર્મ ભરી શકાશે

ગાંધીનગર: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કુલ કુલ 18 પોસ્ટ પર 450 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ રાજ્ય વેરા નિરીક્ષકની જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ જગ્યાઓ પર આજથી તારીખ 12 ઓગષ્ટથી લઈને 31 ઓગષ્ટ સુધી અરજી કરી શકાશે. ચાલો જાણીએ કઈ પોસ્ટ પર કેટલી ભરતી અને કઈ રીતે રહેશે પરીક્ષા પદ્ધતિ અને કેટલો પગાર મળવાપાત્ર છે.
સૌથી વધુ જગ્યા રાજ્ય વેરા નિરીક્ષક (STI):
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં સૌથી વધુ જગ્યાઓ રાજ્ય વેરા નિરીક્ષકના વર્ગ 3ના પદની છે. જેમાં કુલ 300 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
પગારધોરણ:
રાજ્ય વેરા નિરીક્ષકના વર્ગ 3ની જગ્યા પર પાંચ વર્ષ સુધી 49,600 રૂપિયાના માસિક ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.
શૈક્ષણિક લાયકાત:
કોઈપણ વિષયમાં સ્નાતકની પદવી ધરાવતા ઉમેદવાર આ જગ્યાઓ પર અરજી કરી શકે છે. કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં અથવા પરિણામ ન આવ્યું હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાતની વિગતો માટે આયોગની સત્તાવાર વેબસાઇટ તપાસતા રહેવું.
પરીક્ષા પદ્ધતિ:
રાજ્ય વેરા નિરીક્ષકના પદ માટેની પરીક્ષા બે તબક્કામાં યોજવામાં આવશે. પ્રાથમિક પરીક્ષાના તબક્કામાં 200 માર્કની પરીક્ષા યોજવામાં આવશે. જેમાં પાસ થનારા ઉમેદારોને મુખ્ય પરીક્ષા યોજવામાં આવશે. જેમાં 400 ગુણના ચાર પ્રશ્નપત્રો રહેશે..
આ જગ્યાઓ પર ભરતીની જાહેરાત:
હોદ્દો | કુલ જગ્યાઓ |
નાયબ બાગાયત નિયામક | 02 |
સાયન્ટિફિક ઓફિસર | 02 |
ટેકનીકલ એડવાઈઝર | 01 |
વીમા તબીબી અધિકારી | 09 |
લેક્ચરર (સિલેક્શન સ્કેલ) ગુજરાત નર્સિંગ સેવા | 05 |
લેક્ચરર (સીનીયર સ્કેલ) ગુજરાત નર્સિંગ સેવા | 06 |
પેથોલોજીસ્ટ (તજજ્ઞ સેવા) | 14 |
મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા) | 22 |
માઈક્રોબાયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા) | 16 |
પેથોલોજીસ્ટ, કા.રા.વિ.યો | 02 |
રાજય વેરા નિરીક્ષક | 300 |
આસીસ્ટન્ટ મેનેજર | 18 |
મદદનીશ ઇજનેર (સીવીલ) | 16 |
મદદનીશ ઇજનેર (વિદ્યુત) | 06 |
જુનિયર ટાઉન પ્લાનર | 02 |
હેલ્થ ઓફિસર | 11 |
સ્ટેશન ઓફિસર | 07 |
અધિક મદદનીશ ઇજનેર(યાંત્રિક) | 11 |