Top Newsગાંધીનગર

ગાંધીનગર સચિવાલયના હજારો કર્મચારીઓએ બઢતીના પ્રશ્ને સરકાર સામે બાયો ચઢાવી, આંદોલનની ચિમકી…

ગાંધીનગર : ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત સચિવાલયમાં કામ કરતા હજારો કર્મચારીઓ માટે બઢતીનો પ્રશ્ન હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સામાન્ય વહીવટ વિભાગના ખામીયુક્ત કેડર મેનેજમેન્ટના કારણે 1000થી વધુ કર્મચારીઓને 25થી 30 વર્ષની સેવા બાદ પણ એકપણ બઢતી લીધા વિના નિવૃત્ત થવાની ફરજ પડશે તેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે.

પગારમાં વધારો છતાં પદ અને જવાબદારીમાં કોઈ ફેરફાર નહીં

આ અંગે મળતી માહિતી મુજબ, આશરે 1400 જેટલા નાયબ સેક્શન અધિકારીઓ (ડીવાયએસઓ) વર્ષ 2031-32 સુધીમાં સેક્શન અધિકારીનું પગાર ધોરણ લેતા હશે, પરંતુ તેઓની કામગીરી ડીવાયએસઓ તરીકે જ રહેશે. એટલે કે, પગારમાં વધારો છતાં પદ અને જવાબદારીમાં કોઈ ફેરફાર નહીં થાય. એસોસિએશનનું કહેવું છે કે, આ કેડર મેનેજમેન્ટની ખામીના કારણે અનુભવી કર્મચારીઓની કુશળતા અને સેવા બંનેનો યોગ્ય ઉપયોગ થતો નથી.

સતત અવગણના અને ઉદાસીન વલણના કારણે હવે કર્મચારીઓમાં હતાશા

એસોસિએશન દ્વારા 1 જુલાઈ 2021, 2 ફેબ્રુઆરી 2022, 7 ફેબ્રુઆરી 2024, 24 જુલાઈ 2024 અને તાજેતરમાં 8 ઑગસ્ટ 2025ના રોજ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ, સરકાર તરફથી એક પણ રજૂઆતનો પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. એસોસિએશનના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ સતત અવગણના અને ઉદાસીન વલણના કારણે હવે કર્મચારીઓમાં હતાશા ફેલાઈ છે. જો તાત્કાલિક નિર્ણય નહીં લેવાય, તો તેઓ નાછુટકે આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.

આ પણ વાંચો…ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ બેડામાં શોકનો માહોલ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button