ગાંધીનગર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ બેડામાં શોકનો માહોલ

ગાંધીનગરઃ એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગેલા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક પોલીસ કોન્સ્ટેબલનું નામ નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડા (ઉ.વ.39) હતું, જેઓ ગાંધીનગર SOGમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.

વતનમાં પિતા સાથે રહેતા હતા

નરેન્દ્રસિંહ ચાવડાએ માણસા તાલુકાના હરણા હોડા ગામમાં આવેલા પોતાના નિવાસસ્થાનો ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ માણસા તાલુકાના હરણા હોડા ગામમાં પિતા સાથે રહેતા હતા.

પોલીસે તપાસ શરૂ કરી

તેમણે કયા સંજોગોમાં અને કયા દબાણ હેઠળ આ પગલું ભર્યું તે અંગે જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. કોન્સ્ટેબલના આપઘાત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો…યુવાને ગળાફાંસો ખાધો: વીડિયોમાં પરિવાર પર હેરાનગતિનો લગાવ્યો આરોપ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button