આસામથી લવ જેહાદના આરોપીને પકડીને ગાંધીનગરની પુત્રીને હેમખેમ પરત લવાઈ; આ રીતે પોલીસે પાર પાડી તપાસ...
ગાંધીનગર

આસામથી લવ જેહાદના આરોપીને પકડીને ગાંધીનગરની પુત્રીને હેમખેમ પરત લવાઈ; આ રીતે પોલીસે પાર પાડી તપાસ…

ગાંધીનગર: પોલીસે એક સનસનીખેજ ઓપરેશન પાર પાડીને આસામથી આ આરોપીને શોધી પાડી યુવતીને સુરક્ષિત પરત લાવી તેના પરિવારને સોંપી હતી. ગાંધીનગર જીલ્લા પોલીસની ટીમોએ એક અઠવાડિયા સુધી આસામના જુદા જુદા જિલ્લાઓમાં આરોપીને શોધ્યો હતો.

યુવતીને ભગાડીને વિધર્મી આરોપી આસામ પહોંચી ગયો હતો ત્યાર બાદ ત્યાં જઈને તે મોબાઈલ ફ્લાઇટ મોડ કરીને માત્ર વાઇફાઇથી વોટ્સએપ કોલિંગનો ઉપયોગ કરતો હોવાથી તેનું લોકેશન ટ્રેસ કરવું ખૂબ અઘરું હતું.

તેમ છતાં આસામના જિલ્લાઓ ખૂંદીને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સના સહારે ગાંધીનગર જીલ્લાની એલસીબી અને સેક્ટર ૭ પોલીસની ટીમે તેને શોધી કાઢી યુવતીને પરિવારજનોને પરત કરવાની કાર્યવાહી કરી હતી.

બનાવની વિગત એવી છે કે, તાજેતરમાં ગાંધીનગર નજીક આવેલા એક ગામમાં રહેતી 20 વર્ષીય યુવતી ગુમ થઈ ગઈ હતી. યુવતીના પિતાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધાવી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, યુવતીના ઘરની નજીકમાં ભાડેથી રહેતા આસામના એક યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને લલચાવી-ફોસલાવીને આસામ ભગાડી ગયો છે. આ યુવક, જેનું નામ સોઈફ અબ્દુલ મનાફ ઉદીન છે, તે ગાંધીનગરની એક હોટલમાં સફાઈ સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો.

આ ઘટનામાં ‘લવ જેહાદ’ની શંકા જણાતા યુવતીના પરિવારે ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીનો સંપર્ક કરીને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

ત્યારબાદ, ડીઆઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક દિવ્યપ્રકાશ ગોહિલના સુપરવિઝનમાં LCB-1 અને સેક્ટર-7 પોલીસ સ્ટેશનની ટીમોને આ ઘટનાની તપાસની આદરી હતી.

પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપી અને ગુમ થયેલી યુવતીને ટ્રેક કરવામાં આવ્યા હતા. જો કે આરોપી આસામ પહોંચી ગયા બાદ મોબાઈલ ફ્લાઇટ મોડ પર કરી તેનો ઉપયોગ માત્ર વાઇફાઇ કોલિંગ માટે જ કરતો હોવાથી લોકેશન મેળવવું મુશ્કેલ હતું.

murajhar police station hojai

આખરે, ગઈકાલે આસામના હોજાઈ જિલ્લાના મુરાજાર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાંથી આ આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો અને યુવતીને સુરક્ષિત રીતે તેની પાસેથી મુક્ત કરી ગાંધીનગર પરત લાવી તેના પરિવારને સોંપી દેવામાં આવી હતી.

આ પણ વાંચો…અમરેલીના આ ગામમાં એક વર્ષમાં થઈ 381 લગ્નની નોંધણી, લવ જેહાદની પણ આશંકા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button