
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. રાંદેસણ પાસે સિટી પ્લસ સિનેમા સામે એક પૂરપાટ ઝડપે દોડતી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત 2 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
મૃતકની ઓળખ હંસાબેન રોહિતકુમાર વાઘેલા (ઉં.વ.56) અને નીતિનભાઈ પ્રતાપભાઈ વસા (ઉં.વ.63) તરીકે થઇ હતી. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત કામિનીબેન વિપિનભાઈ ઓઝા (ઉં.વ.65) સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે વિપિનભાઈ ઓઝા (ઉં.વ.75) અને મયૂરભાઈ જોષી (ઉં.વ.34) સારવાર હેઠળ છે. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં સર્પમિત્રોને સત્તાવાર ઓળખપત્ર અને 10 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળશે: બાવનકુળે
દરમિયાન ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગાંધીનગરમાં બેફામ કાર ચલાવનાર સામે કડક કાર્યવાહી થશે. આ કેસમાં તપાસના પણ આદેશ આપ્યા હતા. ઉપરાંત અકસ્માત અંગે તપાસ કમિટીની રચના થશે તેમ પણ જણાવ્યું હતું.
કારચાલકે બેફામ કાર હંકારતા રસ્તા પર ચાલતા લોકો અને વાહનચાલકોને ટક્કર મારી હતી. આ કાર પણ ચાલક હિતેશ પટેલના નામે નોંધાયેલી હતી. આ અકસ્માતની જાણ થતાં પોલીસે જ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકોનાં નિવેદનોના આધારે અકસ્માતની તપાસ હાથ ધરી હતીછે. આ દરમિયાન પોલીસે બેદરકાર કારચાલકને રાઉન્ડઅપ કર્યો હતો.
અકસ્માત સર્જનારા હિતેશ પટેલે પોલીસ સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેણે કહ્યું કે, તેને ખેંચની બીમારી છે અને ઘટના સમયે પાંચ થી છ છીંક આવી હતી. આ કારણે તેણે કારનું નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
આપણ વાંચો: રાજકોટમાં રફતારનો કહેર! નશાની હાલતમાં કારચાલકે સર્જ્યો અકસ્માત
જોકે પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર હિતેશ પટેલની ગાડી સૌપ્રથમ એક બાઈક સાથે અથડાઈ હતી. બાઈકચાલક પડતાં તેણે ગાડી રોકવાના બદલે ભગાવી હતી. ડી. ભગાવતાની સાથે જ એક એક્ટિવા સાથે અથડામણ કરી. એક્ટિવાચાલક નીચે પડ્યા પછી પણ હિતેશે ગાડી ભગવવાનું ચાલુ રાખ્યું હતું.
આ પછી ઝડપભેર જતી તેની કાર વધુ એક ટુ-વ્હીલર સાથે અથડાઈ જેના ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું. એટલું જ નહીં, હિતેશ પટેલે ફરીથી ઝડપથી ભાગવાનો પ્રયાસ કર્યો અને તે વધુ એક એક્ટિવા સાથે અથડાયો જેના કારણે ચાલકનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.