ગાંધીનગરમાં બે દીકરીઓ સાથે પિતાએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, શોધખોળ બાદ મોડી સાંજે યુવાનનો મૃતદેહ મળી આવ્યો

ગાંધીનગર: જિલ્લામા આપઘાતનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જિલ્લાના બોરિસણા ગામના રહેવાસી ધીરજભાઈ રબારી નામના આશાસ્પદ યુવાને તેમની બંને દીકરીઓ સાથે નર્મદા કેનાલમા ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું. ધીરજભાઈ રબારી આધાર કાર્ડ કઢાવવાનું કહીને ગઇકાલે ઘરેથી નીકળ્યા હતા જો કે સાંજ સુધી ધીરજભાઈની શોધખોળ આદરી હતી અને સાંજે તેમનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, ગાંધીનગર જિલ્લાના બોરિસણા ગામના રહેવાસી ધીરજભાઈ રબારી આધાર કાર્ડ કઢાવવાનું કહીને ગઇકાલે ઘરેથી નીકળ્યા હતા. જો કે સાંજ સુધી તેઓ ઘરે પરત ન ફરતા બંને દીકરીઓ સાથે ગુમ થયાની પરિવારજનોએ સાંતેજ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે સવારે ધીરજભાઈ રબારીની બંને દીકરીઓનો મૃતદેહ નર્મદા કેનાલમાથી મળી આવતા પંથકમાં શોક વ્યાપી ગયો છે.
પોલીસે બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટ માર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડયા છે. જો કે ધિરજભાઈનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી. તેમની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર ધીરજભાઈ બિઝનેસમેન છે. કલોલના વડસર ઉપરાંત અન્ય બે સ્થળોએ પેટ્રોલ પંપ પણ હોવાનું સામે આવ્યું હતું. અહેવાલો અનુસાર, ઘરેથી નીકળ્યા બાદ તેમના મિત્ર ને ફોનનો પાસવર્ડ અને લોકેશન મોકલ્યું હતું. સાંતેજ પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે.



