ગાંધીનગરઃ સગાઈનું નાટક રચી ખેડૂતની ₹32.66 કરોડની જમીન પચાવી પાડી | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ગાંધીનગરઃ સગાઈનું નાટક રચી ખેડૂતની ₹32.66 કરોડની જમીન પચાવી પાડી

ગાંધીનગરઃ જિલ્લાના સુઘડ ગામના ખેડૂત સાથે પાંચ શખ્સોએ 32.66 કરોડની છેતરપિંડી આચરી છે. ખેડૂતનો વેવાઇ બનનાર શખ્સ અને તેના મિત્રએ સહિત પાંચ શખ્સોએ કોરા કાગળો પર ખેડૂતના અંગૂઠા લઈ વડીલોપાર્જિત જમીન પચાવી પાડતાં ફરિયાદ નોંધાઇ હતી.

મળતી વિગત પ્રમાણે સુઘડના ખેડૂત ભીખાજીના પૌત્રની સગાઇ​​​​​​​ મે-2023માં કલ્પેશ ઠાકોરની દીકરી સાથે નક્કી થઇ હતી. કલ્પેશ અને તેના મિત્ર મુકેશ ભરવાડે જમીનના વિવાદો દૂર કરવાનું બહાનું બતાવી ભીખાજી અને તેમના પરિવારજનો પાસેથી કોરા કાગળો પર અંગૂઠા અને સહીઓ લીધી હતી અને જુદી જુદી કચેરીઓમાં અરજીઓ કરવાના બહાને કોરા ચેક અને આરટીજીએસ ફોર્મ પર પણ સહીઓ મેળવી લીધી હતી. આ બાદ ભીખાજીની જમીન 17 મે 2022ના રોજ રમેશ ચોકસી અને હાર્દિક પટેલને વેચાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ જમીન ડાહ્યા ભરવાડ અને હીરા ભરવાડને વેચવામાં આવી હતી અને બેન્ક એકાઉન્ટની પાસબુક અને ચેકબુક કલ્પેશઠાકોરે પોતાની પાસે રાખી હતી. હાલમાં 7/12ના ઉતારામાં આ બંને ભરવાડના નામ નોંધાયેલા છે.

તપાસમાં જાણવા મળ્યું કે ખાતામાં મોટી રકમ આવ્યા બાદ તરત જ અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ જતી હતી. કૌભાંડ સફળ થયા બાદ કલ્પેશ ઠાકોરે ભીખાજીના પૌત્રનું ચારિત્ર્ય ખરાબ હોવાનું કહી સગાઇ તોડી નાખી હતી. આરોપીઓએ કાવતરું રચી ભીખાજી સાથે 32.66 કરોડની છેતરપિંડી કરી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button