ગુજરાતને આવતીકાલે મળશે નવા પ્રધાનો: ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રધાનમંડળ વિસ્તરણની તારીખ જાહેર | મુંબઈ સમાચાર
Top Newsગાંધીનગર

ગુજરાતને આવતીકાલે મળશે નવા પ્રધાનો: ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રધાનમંડળ વિસ્તરણની તારીખ જાહેર

આવતીકાલે શપથવિધિ, સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓની એન્ટ્રી નક્કી!

ગાંધીનગર: ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. ત્યારે હવે પ્રધાનમંડળ વિસ્તરણની તારીખ અને સ્થળની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળના વિસ્તરણની તારીખ અને સ્થળની જાહેરાત કરવામાં આવી છે.

પદનામિત પ્રધાનોનો શપથવિધિ સમારોહ શુક્રવાર, તારીખ ૧૭ ઓક્ટોબરના રોજ સવારે ૧૧:૩૦ કલાકે ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રધાનમંડળમાં જોડાનારા પદનામિત પ્રધાનોને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે.

મળતી વિગતો અનુસાર, સત્તાવાર રીતે પ્રધાનમંડળ વિસ્તરણની તારીખ અને સ્થળની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળના વિસ્તરણની તારીખ અને સ્થળની જાહેરાત કરવામાં આવી છે. પદનામિત પ્રધાનોનો શપથવિધિ સમારોહ શુક્રવાર, તારીખ ૧૭ ઓક્ટોબરના રોજ સવારે ૧૧:૩૦ કલાકે ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે.

આ શપથ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રધાનમંડળમાં જોડાનારા પદનામિત પ્રધાનોને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે. રાજ્ય સરકારના વહીવટમાં વધુ કાર્યક્ષમતા અને સંતુલન લાવવાના હેતુથી આ પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. શપથવિધિ સમારોહમાં રાજ્યના અગ્રણી નેતાઓ, ધારાસભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. શપથવિધિ પૂર્ણ થયા બાદ નવા પ્રધાન મંડળની સંપૂર્ણ યાદી અને તેમના વિભાગોની વહેંચણી અંગેની વિગતો જાણવા મળી શકે છે.

આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાવાની હતી તેને રદ્દ કરી દેવામાં આવી છે અને હવે કેબિનેટની આગામી બેઠક નવા પ્રધાનમંડળ સાથે જ મળે તેવી શક્યતા જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે જેમાં નબળી કામગીરી કરનારા પ્રધાનોના રાજીનામા લેવામાં આવી શકે છે. ત્યારબાદ નવા મંત્રીમંડળની જાહેરાત થઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના વધતા જોરને ધ્યાનમાં રાખીને પાર્ટી સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓને સમાવેશ નવા પ્રધાન મંડળમાં કરી શકે છે. જેમાં જયેશ રાદડીયા, મહેશ કસવાલાનું નામ મોખરે છે જ્યારે અન્ય નેતાઓમાં અર્જુન મોઢવાડિયા તથા રિવાબા જાડેજા તેમજ ઉદય કાનગડને પણ સૌરાષ્ટ્રમાંથી સ્થાન મળી શકે છે.

સીએમ અને પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદના હોય આથી ભાજપમાં સૌરાષ્ટ્રનું જોર ઘટ્યું છે તે બાબતે સૌરાષ્ટ્રના નેતાઓમાં અસંતોષ જગાવ્યો છે અને આથી જ સૌરાષ્ટ્રનું જોર વધે તેવી શક્યતા છે. વળી આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રમાં વધતું જોર પણ સૌરાષ્ટ્રના રાજકારણને વધુ માન આપવા માટેનું અગત્યનું કારણ બની શકે છે.

આ પણ વાંચો…રાજકોટમાં વિજય રૂપાણીને યાદ કરી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે શું કહ્યું?

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button