આખે આખ્ખુ ગામ વેચાઈ ગયું ,અને ગંધ સુદ્ધાં ન આવી: ગાંધીનગર જિલ્લાની ઘટના
ગુજરાતમાં નકલી ટોલ નાકા, નકલી સ્કૂલ,નકલી હોસ્પિટલ આ બધુ જ ધીરે ધીરે બહાર આવે છે ત્યારે ગાંધીનગર પંથકમાં એક આખું ગામ, ગ્રામીનોની જાણ બહાર વેચાઈ ગયાની વાત બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. વાત છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું જૂના પહાડિયા ગામ ની. ગ્રામજનોની જાણ બહાર આખે આખું ગામ બારોબાર વેચી મારવામાં આવ્યું હોવાની રજૂઆત થતાં વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી છે. પહાડીયા ગામ મુદ્દે દહેગામના ધારાસભ્યએ કલેકટરને પત્ર લખ્યો છે. ધારાસભ્યએ પોતાના પત્રમાં આખી ઘટનાની તપાસ કરીને કસૂરવારો સામે પગલાં ભરવાની માંગણી કરી છે. તો બીજી બાજુ , સબ રજિસ્ટ્રારનું કહેવું છે કે સાત-બારમાં જે ખેડૂતોનાં નામ ચાલે છે તેમણે જ વેચાણ દસ્તાવેજ કર્યો છે. હવે ગ્રામજનો પોતાના હક માટે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો: PM મોદી આજે મુંબઈની મુલાકાતે, વિકાસ કાર્યોની ભેટ આપશે, અનંત-રાધિકાના વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપશે?
ગાંધીનગરના પહાડીયા ગામ અંગે પાપ્ત વિગતાનુસાર, દહેગામના સુજાના મુવાડા પહાડિયા ગ્રુપ ગ્રામપંચાયતમાં આવે છે. જૂના પહાડિયા ગામ માટે જમીન આપનારાઓના વારસદારો દ્વારા ગત 23 જૂનના રોજ રજિસ્ટર દસ્તાવેજથી અન્યને વેચી મારી હોવાની વાત સામે આવી હતી. આ જ વાત જ્યારે ગ્રામજનોના ધ્યાને આવતાં તેઓએ તાલુકા સેવા સદન ખાતે દસ્તાવેજ રદ કરવાની અને ન્યાયની માગ સાથે દહેગામ મામલતદાર અને સબ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યા છે.
ગાંધીનગર જીલ્લામાં જૂના પહાડિયા ગામને વસાવવા માટે અંદાજે 50 વર્ષ પહેલા જમીન-માલિકે અમુક રકમ લઈ સ્વેચ્છાએ જમીન આપી હતી. આમ છ્તા લગભગ 14,597 ચોરસ મીટર જમીનનો દસ્તાવેજ જમીન-માલિકના વારસદારોએ અન્ય વ્યક્તિને કરી આપ્યાની રજૂઆત થઈ છે.આખે આખું ગામ વેચાઈ જવાની વાત જંગલની આગ માફક ફેલાઈ જતાં ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં શિક્ષણ સહાયકોની ભરતી થશે, આ વિષયો માટે 7500 બેઠકો ભરાશે
દહેગામના સબ રજિસ્ટ્રાર વિશાલ ચૌધરીએ જણાવ્યુ કે જૂના પહાડિયા ગામમાં સરવે નંબર 142નો દસ્તાવેજ થયો છે, એ જમીન રેવન્યુ રેકોર્ડમાં 142 સર્વે નંબરથી છે અને એના સાતબારમાં જે ખેડૂતોનાં નામ ચાલે છે તેમણે જ વેચાણ દસ્તાવેજ કર્યો છે. દસ્તાવેજમાં ખુલ્લી જમીનના ફોટા લગાડેલા છે, પરંતુ ગ્રામજનોનું કહેવું છે કે આ જમીનમાં અમારાં મકાનો છે, જે આપનાર અને લેનાર પાર્ટીએ જોવાનું હોય છે. ગ્રામજનોની દસ્તાવેજ રદ કરવાની રજૂઆત હતી, પરંતુ એને અમે રદ કરી શકીએ નહીં, એને કોર્ટ દ્વારા જ રદ કરી શકાય.