ગાંધીનગર

ચૂંટણીની તૈયારી: 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મ અપાયા, ડિજિટાઇઝેશનમાં ડાંગે 85.53 ટકા સાથે મોખરે

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરીની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે.

2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જેમાં તાપી- સાબરકાંઠા- ગીરસોમનાથ- મહિસાગર- અમરેલી- બોટાદ- અમરેલી- નવસારી જિલ્લામાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જેમાંથી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

આ કામગીરીમાં 85.53 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.

ડિજીટાઈઝેશનમાં ટોપ-10 જિલ્લાઓની યાદી:

1 ડાંગ 85.53

2 બનાસકાંઠા 80.63

3 સાબરકાંઠા 78.62

4 પંચમહાલ 77.54

5 ગીર સોમનાથ 76.68

6 પાટણ 76.26

7 તાપી 75.05

8 નર્મદા 73.64

9 દાહોદ 73.38

10 મહીસાગર 73.32

1.44 લાખથી વધુ રિપીટેડ મતદારો

ગણતરી દરમિયાન રાજ્યભરમાં 10 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે 1.5 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 11 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 1.44 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

આપણ વાંચો:  સૌરાષ્ટ્રના આ શહેરમાં શિક્ષક-શિક્ષિકાએ કર્યું ગંદુ કામઃ યુવતી પર દુષ્કર્મ આચર્યું, બ્લેકમેઇલ કરી લાખો પડાવ્યા

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button