જગદીશ પંચાલે CR પાટિલની ટીમમાંથી ક્યા બેને પ્રમોશન આપ્યું ? બાકીનાં બધાંને રવાના કરી દીધા

ગાંધીનગરઃ ગુજરાતમાં બે દિવસ પહેલા ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર થયું હતું. તેમાં અમુક આશ્ચર્યનજક ચહેરાાઓને સૂચક રીતે સ્થાન મળ્યું હતું. જગદીશ પંચાલે CR પાટિલની ટીમમાંથી બેને પ્રમોશન આપવામાં આવ્યું હતું. ભારતીય જનતા યુવા મોર્ચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટને ગુજરાત ભાજપના જનરલ સેક્રેટરી અને ગૌતમ ગેડિયાને શિડ્યૂલ કાસ્ટ મોર્ચાના પ્રમુખમાંથી પક્ષના વાઈસ પ્રેસિડેન્ટ બનાવાયા હતા.

સી આર પાટિલની ટીમમાં વાઈસ પ્રેસિડેન્ટ ગોરધન ઝડફિયા, જયંતિભાઈ કવાડિયા, મહેન્દ્રસિંહ સરવૈયા, નંદાજી ઠાકોર, કૌશલ્યાકુંવરબા પરમાર, જનક બગદાણાવાળા, વર્ષાબેન દોશી, ડો. ભરત બોધરા, મહેન્દ્ર પટેલ અને ઉશાબેન પટેલને રવાના કરી દીધા હતા.
આ ઉપરાંત જનરલ સેક્રેટરી રજનીભાઈ પટેલ અને વિનોદ ચાવડા, રત્નાકર પાંડેને પણ રવાના કર્યા હતા. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા, રઘુભાઈ હુંબલ, શીતલબેન સોની, ઝવેરીભાઈ ઠક્કર, જ્હાનવીબેન વ્યાસ, કૈલાસબેન પરમાર, જયશ્રીબેન દેસાઈ, પરેશભાઈ પટેલ, મહિલા મોર્ચાના પ્રમુખ ડો. દીપિકાબેન, એસટી મોર્ચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી, કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ, ઓબીસી મોરચાના પ્રમુખ મયંક નાયક, લઘુમતી મોરચાના પ્રમુખ ડો. મોહસિન લોખંડવાલાને પડતા મૂક્યા હતા.
જગદીશ પંચાલની નવી ટીમ પર ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી જીતાડવાની જવાબદારી રહેશે.
આપણ વાંચો: જામનગરના વેપારીને ઉત્તર પ્રદેશની કંપનીએ ₹73 લાખનો ‘ચૂનો’ લગાવ્યો! ફરિયાદ દાખલ



