જાહેર રજાના દિવસે પણ થશે દસ્તાવેજ નોંધણીની કામગીરી, ખુલ્લી રહેશે સબ-રજીસ્ટ્રાર કચેરીઓ

ગાંધીનગર: માર્ચ એન્ડીંગના કારણે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં વધુ પડતી કામગીરીનું ભારણ હોય માટે સરકારે રજાનાં દિવસે પણ કચેરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આગામી 22મી માર્ચના રોજ જાહેર રજા હોવા છતાં તે દિવસે દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે.
22 મી માર્ચનાં ખુલ્લી રહેશે કચેરી
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઇ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી 22 મી માર્ચના રોજ જાહેર રજાના દિવસે રાજ્યની તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા હુકમ કરવામાં આવ્યો છે.
Read This…વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ એક્શનમાં; 100 કલાકમાં અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ
થઈ શકશે દસ્તાવેજ નોંધણીની કામગીરી
ઉલ્લેખનીય છે કે દરરોજ અરજદારોનાં ધસારાથી ધમધમતી સબરજીસ્ટ્રાર કચેરીઓમાં માર્ચ એન્ડીંગનાં લીધે વધુ પડતી કામગીરીનું ભારણ રહેતું હોય છે અને આથી અરજદારોને લાભ મળે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આથી તા.૨૨/૦૩/૨૦૨૫ના રોજ રાજ્યની તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં નિયમિત દિવસના જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.



