ડિજિટલ એગ્રિકલ્ચરને વેગ આપવા ગુજરાત સરકારે કરી અનોખી પહેલ

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નીતિ આયોગના નીતિ ફ્રન્ટીયર ટેક હબ દ્વારા તૈયાર કરાયેલા ‘રિ-ઈમેજિંગ એગ્રિકલ્ચર: અ રોડમેપ ફોર ફ્રન્ટીયર ટેકનોલોજી લેડ ટ્રાન્સફોર્મશન’ રોડમેપનું લોંચીંગ કરતાં કહ્યું કે, દેશના એગ્રિકલ્ચર સેક્ટરને ભવિષ્ય માટે તૈયાર કરવાની આ એક મહત્વપૂર્ણ બ્લૂપ્રિન્ટ છે.
તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂતોના હિતમાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે નીતિ આયોગના રાષ્ટ્રીય સ્તરના મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટનું આજે ગુજરાતની ભૂમિ પરથી વિમોચન થયું છે તે રાજ્ય માટે ગૌરવની બાબત છે. એટલું જ નહિ, આ રોડમેપ ટેક્નોલૉજી-ડ્રિવન ડેવલપમેન્ટના માધ્યમથી અન્નદાતાના સપનાઓ સાકાર કરવાનો આધાર બનશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આપણ વાચો: ખેડૂતોને થયેલ નુકસાન અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે શું જાહેરાત કરી? વાંચો અહેવાલ…
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આ રોડમેપમાં ટેકનોલૉજીને માત્ર મશીનરી સુધી સીમિત ન રાખતા ડેટા-કનેક્ટિવિટી અને ઇન્ટેલિજેન્સને ડાયરેક્ટ કૃષિ વ્યવસ્થામાં સંકલિત કરવાનું વિઝન રાખવામાં આવ્યું છે. આ રોડમેપના મુખ્ય દિશાનિર્દેશો, એગ્રિકલ્ચર સેક્ટરમાં ગુજરાતના વિઝન સાથે સંપૂર્ણપણે સુસંગત છે એવો મત પણ મુખ્ય પ્રધાને આ અવસરે વ્યક્ત કર્યો હતો.
આ રોડમેપ તે પૈકીના એક સ્તંભ અન્નદાતાને સમર્પિત છે અને તેમના સશક્તિકરણની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ છે.
મુખ્ય પ્રધા ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે નીતિ આયોગની મહત્વપૂર્ણ પહેલોને સાકાર કરવામાં અગ્રણી ભૂમિકા અદા કરી છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, નીતિ આયોગના માર્ગદર્શનમાં દેશમાં જે ચાર ગ્રોથ હબ વિકસાવવામાં આવી રહ્યા છે, તેમાં સુરત ઇકોનૉમિક રીજિયન પણ સામેલ છે.
આ રીજિયનના 6 જિલ્લાને ગ્રોથ હબ તરીકે વિકસાવવાની શરૂઆત થઈ ગઈ છે. નીતિ આયોગની પેટર્ન પર ગુજરાતે પણ રાજ્ય સ્તરે એક થિંક ટેંક ગુજરાત રાજ્ય ઇન્સ્ટીટ્યૂશન ઑફ ટ્રાન્સફોરમેશન એટલે કે ગ્રિટની સ્થાપના કરી છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, ગ્રિટના માધ્યમ ગુજરાતે રાજ્યના 6 આર્થિક પ્રદેશોના વિકાસ માટે તાજેતરમાં જ રીજિયનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન પણ લૉન્ચ કર્યો છે.
આ ઉપરાંત, વડા પ્રધાન રી નરેન્ઈ મોદીના વિકસિત ભારત@2047 વિઝનને સાકાર કરવા માટે રાજ્ય સરકારે સશક્ત રોડમેપ વિકસિત ગુજરાત@2047 તૈયાર કર્યો છે, તેમાં પણ નીતિ આયોગના બહુમૂલ્ય સૂચનોએ મહત્વની ભૂમિકા ભજવી છે તેમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. તેમણે રાજ્ય સરકાર દ્વારા ટેકનોલોજી અને યાંત્રિકીકરણને વ્યાપક બનાવીને કૃષિ વિકાસ કરવામાં આવ્યો છે તેની પણ ભૂમિકા આપી હતી.
તેમણે કહ્યું કે, ગુજરાતે ભારત સરકારની નીતિઓને અનુરૂપ ક્રૉપ ડાયવર્સિફિકેશન અને સસ્ટેનેબલ એગ્રિકલ્ચરને પ્રોત્સાહન આપ્યું છે. ટેક્નોલૉજી અને મોડર્ન ટૂલ્સની મદદથી ખેતીને વધુ પ્રોડક્ટિવ બનાવવાની દિશામાં અનેક પ્રોત્સાહક પગલાં ભર્યા છે. મુખ્ય પ્રધાને જણાવ્યું કે, ડિજિટલ એગ્રિકલ્ચરને પ્રોત્સાહન માટે નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન ફૉર એગ્રિકલ્ચર, ડિજિટલ ક્રોપ સર્વે અને ફાર્મર રજિસ્ટ્રી જેવી યોજનાઓનું અમલીકરણ શરૂ કર્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીતિ આયોગના નીતિ ફ્રન્ટીયર ટેક હબ દ્વારા તૈયાર કરાયેલા ‘રિ-ઈમેજિંગ એગ્રિકલ્ચર: અ રોડમેપ ફોર ફ્રન્ટીયર ટેકનોલોજી લેડ ટ્રાન્સફોર્મશન’ રોડમેપનું આજે ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા ઉપરાંત… pic.twitter.com/MeTdrKaitF
— CMO Gujarat (@CMOGuj) November 3, 2025
ડિજિટલ એગ્રિકલ્ચર અંતર્ગત, ખેડૂતોને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મળી રહે તે માટે ઑનલાઇન અરજી અને પેમેન્ટ સુવિધા પૂરી પાડવા માટે આઈ-ખેડૂત પોર્ટલ વિકસાવ્યું છે.
મુખ્ય પ્રધાને જણાવ્યું કે, ડિજિટલ એગ્રિકલ્ચરને વધુ સફળ બનાવવા માટે ગુજરાતે એક ડેડિકેટેડ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
આર્ટિફીશિયલ ઇન્ટેલિજેન્સ ઔર ઇન્ટરનેટ ઑફ થિંગ્સ જેવી ટેકનોલૉજીની મદદથી જમીનની ઊપજ ક્ષમતા, પાકમાં થનારા રોગ અને પોષક તત્વો વિશે જાણકારી હવે વઘુ ઝડપથી પ્રાપ્ત થઈ શકશે. નેક્સ્ટ જનરેશન સીડ્સ, ઇક્વિપમેન્ટ-ટૂલ્સ અને ઇનપુટ્સમાં નવીનતા લાવીને ખેતીમાં પડતર ખર્ચ ઘટાડવા અને પર્યાવરણીય નુકસાનથી બચવા માટેના પ્રયાસો પણ થઈ રહ્યાં છે તેમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.


